________________
અનુભવ રસ
૧૫s કવિશ્રીએ આ પદમાં પોતાની લઘુતાનું દર્શન કરાવ્યું છે. કહેવાય છે કે “લઘુતાથી પ્રભુતા મળે, પ્રભુતાથી પ્રભુ દૂર”. લઘુતા તથા નમ્રતા માનવને મહાન બનાવે છે. આત્મરૂપ હીરાને મેળવવા માટે ઉત્તમ સાધક પ્રભુ પાસે નમ્ર બની પ્રાર્થના કરતાં હોય છે. કવિ ઉચ્ચ પ્રકારના સાધક છે. સ્વયંમાં અનેક ગુણોનું પ્રાગટય હોવા છતાં કવિ પોતાનામાં ગુણહીણતાના દર્શન કરે છે. પ્રભુ પાસે પોતાના દોષનું વર્ણન કરતાં શ્રી રાજચંદ્રજી કહે છે,
અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હું ય;
એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું ય. આત્માને જ્યારે સ્વદોષ દર્શન થાય ત્યારે તે દોષમુક્ત બની શકે છે. કવિ કહે છે કે હું બીજું કાંઈ જાણતો નથી. બસ હું તો પરમાત્મપદનું રટણ કર્યા કરું છું. અનેક પ્રકારના રટણની વિષય-કષાય ઓછા થાય છે તથા ઉદાસીનતા આવે છે. પ્રભુપદનું રટણ સાધકજીવનનું પ્રથમ સોપાન છે.
હે પ્રભુ! આપ ત્રણે કાળમાં પૂર્ણ છો અને આપની પાસે પૂર્ણતાનું દાન લેવા હું આવ્યો છું. અણઘડ પથ્થર જેવો હું, આપ તો ઘડવૈયા છો. પથ્થરને કંડારી સુંદર મૂર્તિ બનાવી આપના જેવો મને બનાવો. - આ પદમાં અધ્યાત્મયોગી કવિ શ્રી આનંદઘનજીએ સાધનાના પ્રથમ સોપાન તરીકે નમ્રતાનું મહત્ત્વ પાણીના ઘડાના દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. સદ્ગુરુને ભગવંત રૂપે જુએ છે અને કહે છે કે સતમાર્ગના ભોમિયા જ આત્મપ્રાપ્તિનો માર્ગ બતાવી શકે છે પણ પોતે અલ્પમતિ હોવાથી તે સમજી શકતો નથી. પોતાની અલ્પમતિનું વિવિધ દ્રષ્ટાંતો દ્વારા નિરૂપણ કરીને કવિએ પ્રભુપ્રાપ્તિની ઝંખનાને સઘન રીતે આલેખી છે. સાથે પોતે એવી દશા અનુભવી રહ્યા છે કે જ્યાં ઠંડા-ગરમનો ખ્યાલ સુધ્ધાં નથી. આમાં કવિશ્રીની ઘણી ઉચ્ચદશાની ઝલક જણાઈ રહી છે.