________________
૧૫૫
અનુભવ રસ કરતો હોવાથી આજ સુધી કરેલ ભક્તિ આત્મઋધ્ધિ ઉત્પન્ન કરનાર થઈ નહીં, પણ નિષ્ફળ ગઈ એ જ મારું અજ્ઞાનપણું છે.
હે દેવ! મારા પ્રભુ! મારી આવી કરુણાજનક સ્થિતિ છે માટે જ કહું છું કે આપની પાસે હું કેવી રીતે આવું અને શી યાચના કરું તે જ મને સમજાતું નથી. હે કૃપાનાથ! મારા ઉપર કૃપા કરો અને મને માર્ગદર્શન આપો.
કવિશ્રી આનંદઘનજી ચોથી કડીમાં કહે છે, ग्यान न जानुं विग्यान न जानु, न जानु भजनामा; માનંદઘન પ્રમુછે ઘર વારે, ન વડું મુળધામા... અવધૂતા ૪
મોતીચંદભાઈ કાપડિયા લખે છે કે જ્ઞાન એટલે સામાન્યદર્શન અને વિજ્ઞાન એટલે વિશિષ્ટદર્શન એવો પણ અર્થ થઈ શકે છે. ત્યારે ટબાકારના મતે જ્ઞાન એટલે ગુરુદત્ત જ્ઞાન અને વિજ્ઞાન એટલે આત્મા સંબંધીજ્ઞાન એવો અર્થ પણ થાય છે. હે પ્રભુ! આપના પ્રત્યક્ષ દર્શન થઈ શકે તેવું જ્ઞાન તો નથી પણ પરોક્ષજ્ઞાનનો પણ મારામાં અભાવ છે. તે જ્ઞાન બે પ્રકારે છે. “સ્પષ્ટ પ્રત્યક્ષમ્” જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મના ક્ષયથી ઉત્પન્ન થતું જ્ઞાન તે પ્રત્યક્ષ જ્ઞાન છે. પરંતુ પ્રત્યક્ષ જ્ઞાનના બે ભેદ છે જેમકે તદ્ વિવેત્તે સનં ૧ “અવધિ, મન:પર્યય વિકલ પ્રત્યક્ષ, કેવળજ્ઞાન સકલ પ્રત્યક્ષ છે. મતિ-શ્રુતજ્ઞાન પરોક્ષ જ્ઞાન છે તે પણ મારામાં નથી. સામાન્યજ્ઞાન અને દર્શન પણ નથી તો વિશેષ બોધ કરી વિજ્ઞાન પ્રાપ્ત કરવાની તો વાત જ ક્યાં રહી? વળી ચિત્રકળા, શિલ્પકળા કે વાધિકળા વગેરે વૈજ્ઞાનિક ઢબની કળા પણ હું જાણતો નથી. અરે!ચિત્રકળા કે શિલ્પકળા જાણતો હોત તો આપની મૂર્તિ કંડારી તેમાં એવો તલ્લીન બની જાત કે મારા અને આપનામાં કોઈ ભેદ ઊભા જ ન રહેત. વળી વાધ વગાડતાં આવડતું હોત તો જેમ મોરલીના સૂરમાં, સર્પ મગ્ન બની જાય છે ને ફેણ માંડી ડોલવા લાગે છે તેમ હું પણ વાદ્ય વગાડી આપને મારી પાસે બોલાવી શકત અથવા વાધના તાલમાં એકાકાર થઈ આપના જેવી સ્થિતિને પ્રાપ્ત કરી શકત. પણ હું તો એ પણ જાણતો નથી. તેથી હે પ્રભુ! તમે મારામાં યોગ્યતા પ્રગટાવો. તમે સત્યરાહના રાહબર છો માટે મારો હાથ પકડો.