________________
અનુભવ રસ
૧૯૦
ક
પદ-૩૧.
“વિત નનન દો પ્રાણનાથ” સંસારભાવોથી મુક્ત અને સાધકદશામાં અનુરક્ત એવા શ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં, સાધકને મમતાથી મુક્ત કરવા સમતાસાધનાનું કેટલું મહત્ત્વ છે તે દર્શાવ્યું છે.
આ પદમાં સુમતિ ચેતનજીને સમજાવે છે. ચેતન હવે ક્યારેક સુમતિના મંદિરે પધારે તો છે પણ તેનું મન હજુ ચંચળ છે. ચેતનની આ દશા જોઈ સુમતિ પોતાના પ્રાણનાથને કહે છે કે, હે પતિદેવ! હવે તો
સ્વઘર તરફ દૃષ્ટિ કરો. હવે સ્વજન-પરિજન સાથે રહી શાંતિ અનુભવો. સુમતિ ચેતનને સ્વસ્થાને લાવવા વારંવાર સમજાવે છે પણ અનાદિથી પડેલી આ કુટેવને કારણે ચેતન એમ જલ્દી સમજે એમ નથી. ' કવિ આ એકત્રીસમા પદમાં “શ્રી રાગમાં કહે છે,
कित जानमतें हो प्राणनाथ!
ફુત માય નિફા ઘરો સાથ..વિરત.... શા. સુમતિ, ચેતનને કહે છે કે હે પ્રાણનાથ! તમે સંસારમાર્ગ અને મુક્તિમાર્ગ જાણ્યા પછી સંસારમાર્ગ તરફ શા માટે પ્રયાણ કરો છો?
માર્ગ ભૂલેલા પથિકની સામે બે માર્ગ છે. બંનેનું ભાન કરાવ્યું છે. પણ નિર્ણય એના ઉપર છોડી દીધો છે. જેમકે કહ્યું છે,
सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावर्ग।
उभयंपि जाणइ सोच्चा, जं सेयं तं समायरे।। છે મુમુક્ષુ! તું સાંભળ! ક્યો માર્ગ કલ્યાણની છે અને ક્યો માર્ગ પાપનો છે તે જાણી પછી તારું શ્રેય શેમાં છે તે માર્ગનું અનુસરણ કર.
આ રીતે ચેતના (સુમતિ) ચેતનને કહે છે કે, હે ચેતન! આત્મકલ્યાણનો માર્ગ અને સંસારનો માર્ગ ક્યો છે તે સાંભળી લીધા પછી તારું શ્રેય જેમાં થાય તે ગ્રહણ કર. આજ સુધી તે સંસારનાં કડવાં ફળનો અનુભવ કર્યો છે. તે રસ્તે મમતાએ તને મુંઝવ્યો છે અને સ્વઘરને જ તું ભૂલી ગયો છે.