________________
૩૧૧
અનુભવ રસ
જગતમાં ઘણા જીવો એવા છે કે જે મિથ્યાત્વના ગાઢ અંધકારમાં પડયા છે. તેને બીજાની દશા તથા તેના અંતરમન સુધી પહોંચવાની કળા નથી. ઘણા લોકો જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપક્ષમથી બીજાની ભાષા દ્વારા કે વ્યવહાર વડે વિચારોને જાણી શકે છે. તો વળી કોઈ એવા માનવ હોય છે કે કઢે કાંઈ અને કરે કાંઈ, કહેવત છે કે “મુખમેં રામ, બગલમેં છૂરી” પેટમાં કાતર રાખી ધાર્મિકતાનો ઢોંગ કરનારા લોકોનો આ દુનિયામાં તોટો નથી. અજ્ઞાની લોકો એમાં જ પૂર્ણતા માને છે. આવી બાહ્યદશામાં કદી પણ શુદ્ધચેતના તથા ચેતનનો સંયોગ થતો નથી તેથી ચેતનાને અથાગ વિરહવેદના થાય છે. પરંતુ ચેતન – ચેતનાના સંબંધથી અજ્ઞ જીવો ચેતનાની પીડાને ક્યાંથી જાણી શકે ? તો પણ ચેતનના સ્વરૂપને સમજનારા અને આત્મસ્વરૂપના લક્ષ્યવાળા જે કોઈ સ્વજન, જ્ઞાનીજન છે તે જ ચેતનાની આ દશાને જાણી શકે છે સાચા જ્ઞાનીજનો બહુ ઓછા મળે. કૃત્રિમ ધર્મિષ્ઠ લોકોનાં તે સ્વજન, સગાં કે સજ્જન નથી. આ ત્રણેય અર્થ માટે કવિએ “સયણ” શબ્દનો પ્રયોગ કર્યો છે.
ધર્મના નામે ઢોંગી લોકોને જોઈને, ધર્મના બહાના નીચે સ્વછંદને પોષનારા લોકોને જોઈને ચેતના કહે છે કે મારું શરીર તો થરથર ધ્રૂજે છે. કારણકે ચેતન તો જ્યાં ત્યાં રખડે છે. આગ્રહી ગુરુઓની કપટજાળમાં ફસાઇ કુમાર્ગે પણ ચાલે છે. વળી માયા મમતાના પરિવારમાં તેઓ આસક્ત બની જાય છે. ચેતનની આવી દશા જોઈને તેમજ આત્મસ્વામીનો પ્રેમ ખરેખર મારા મનની વિચિત્રદશા કરે છે. સ્વામીના વિરહથી અને તેમનાં અત્યંત સ્મરણથી મારી દેહલતા થરથર કંપે છે. જેમ “મરે વારુનું શોતમ્” કોઈ વાંદરો ભ્રમિત થયો હોય ને તે વાંદરાના ટોળામાંથી છૂટો પડી ગયો હોય તે જેમ થર થર કંપે છે તેમ હું પણ આત્મપતિના વિયોગે થરથર ધ્રૂજું છું. ચેતના કહે છે કે ચેતન સ્વયં દુઃખી છે અને બીજાને પણ દુઃખી કરે છે.
તેથી જ ચેતના, પ્રસ્તુત પદની ત્રીજી કડીમાં કહે છે,
3
देह न गेह न नेह न रेह न भावे न दुहडा गाह, आनंदघन वहालो बांहडी साहि, निशदिन धर्षं उछाह रे... मोने...।।३।। ચેતના કહે છે કે ચેતન વિના મને ઘર, શરીર કે સંબંધીઓના