________________
અનુભવ રસ
૧૮૮
માંડે છે. સમ્યક્ત્વીજીવ શાનદૃષ્ટિ ખુલતાં મોહનાશ કરે છે. હવે કવિ ચોથી કડીમાં કહે છે કે નાયક કોણ ? અને કેવો છે ?
लोचन चरण सहस चतुरानन, इनते बहुत डराइ;
आनंदघन पुरुषोत्तम नायक, हितकरी कंठ लगाइ... । । साधाभाई ।। ४ ॥
ઇન્દ્રને હજાર આંખો છે અને શેષનાગને હજાર પગ છે ત્યારે બ્રહ્માજી ચાર મોઢાંવાળા છે. આમ વિચિત્ર આકૃતિવાળી વ્યકિતઓને જોઇને સમતા ડરી જાય છે અને દૂર – દૂર ભાગી જાય છે. બ્રહ્માજીનું કાર્ય હિન્દુધર્મ પ્રમાણે સૃષ્ટિ-સર્જનનું છે. જૈનધર્મની માન્યતા પ્રમાણે જે વૃત્તિ તથા વાસનાથી સંસારનું સર્જન થાય છે તે વૃત્તિ અને વાસના એ જ બ્રહ્મા સમાન છે. વળી ક્રોધ, માન, માયા, લોભ તે એમના ચાર મુખ છે. તૃષ્ણાને હજા૨ આંખ તથા હજાર પગ છે. આ પ્રકારના કષાયોના કાળમુખ જોઈ સમતા ભયભીત થઈ જાય છે કારણકે જ્યાં કષાયો હોય ત્યાં સમતા રહી શકતી નથી. આવી મૃદુભાવી સમતાને પુરુષોત્તમ નાયક વિષ્ણુદેવે પ્રેમ કરી પોતાને ગળે વળગાડી દીધી. આ રૂપકનો આશય એ છે કે સમતાને વિષ્ણુભગવાન સ્વરૂપ આત્માએ અંગીકાર કરી. સમતા સત્ત્વગુણી હોવાને કારણે જ્યાં રજોગુણ કે તમોગુણ હોય ત્યાં ટકે નહીં માટે જ સમતા આનંદ સમૂહ પુરુષોત્તમ નાયક વિષ્ણુ ભગવાનના શરણે ચાલી ગઈ. વિષ્ણુ ભગવાને તેની સાત્ત્વિકતા જોઈ આલિંગ્ન આપ્યું. સ્વસ્થાનની પ્રાપ્તિ થતાં સમતાને આનંદ થયો.
આ રૂપક જૈનદૃષ્ટિએ આ રીતે ઘટાવી શકાય કે ચારમુખે દેશના દેતા શ્રી જિનદેવથી મમતા બહુ ડરી ગઈને ત્યાંથી ભાગી ગઈ. પ્રભુને કેવળજ્ઞાન દર્શનમાં અનંતજીવો તથા તેની અનંતઅનંત પર્યાયો દેખાય છે તથા જણાય છે. એ અપેક્ષાએ સર્વજ્ઞ પરમાત્માને હજારો આંખવાળા પણ કહી શકાય તેમજ હજા૨ પગે હજારો માઇલ ચાલી શકાય છે તેમ જ્ઞાન-દર્શનનું ક્ષેત્ર એટલું જ વિસ્તૃત છે ને તે હજા૨ો ચરણનું કામ કરે છે. તેથી જ સમતા જિનેશ્વરને ભેટે છે. મમતા તજી તથા સમતા સજી આત્મા નિજાનંદમાં મસ્ત બની જાય છે અને સ્વસ્થાને સિધાવે છે. સમતાથી ભગવાન મહાવીર, ગજસુકુમાર, મેતારજમુનિ વગેરે સિદ્ધિને પામ્યા. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે,