________________
૧૩૧
અનુભવ રસ ઓળખે છે અને જેના જ્ઞાનનો ઉપયોગ સતેજ વર્તે છે તે જીવ સિદ્ધ જાણવો. આ નયની અપેક્ષાએ સમકિતીજીવને સિદ્ધ સમાન કહ્યો છે.
(૫) શબ્દનય – જે શુદ્ધ શુક્લધ્યાનના પરિણામે વર્તતો હોય તેને સિદ્ધ સમાન કહ્યો છે.
(૬) સમભિરુઢ નયઃ- જે કેવળજ્ઞાન, કેવળદર્શન તથા યથાખ્યાત ચારિત્રાદિ ગુણો સહિત હોય તેને સિદ્ધ કહી શકાય.
(૭) એવંભૂતનય- જેના સકલ કર્મ ક્ષય થઈ, લોકાંતે બિરાજમાન હોઈ, અષ્ટગુણસંપન્ન હોય તે જ સિદ્ધ કહી શકાય.
આ રીતે આત્મા તો સર્વાગી છે. તે પોતે સર્વનયોનો સ્વામી છે. સર્વનય તેમાંથી ઉત્પન્ન થાય છે. તે સર્વનયનું સ્વરૂપ સમજાવે છે. તે સર્વ નયોમાં વિદ્યમાન છે છતાં પણ એક નયથી તેનું સ્વરૂપ સિદ્ધ થતું નથી. દરેક નયથી આત્માને જોવાથી તથા દરેક દૃષ્ટિબિદું ધ્યાનમાં રાખીને જોવાથી તેનું સ્વરૂપ સમજી શકાય છે.
એક નયથી વસ્તુનું યથાર્થ નિરુપણ થઈ શકે નહીં અને નયાગ્રથી લડાઈ, ઝઘડા થાય છે. દુનિયામાં જ્યાં જ્યાં નયાગ્રહ છે ત્યાં ત્યાં યુદ્ધસ્થલી રાણી છે. પ્રમાણજ્ઞાનથી આત્મતત્ત્વ સત્યરૂપે જણાય છે. હવે આત્માની ઓળખ માટે કવિ કહે છે, अनुभवगौचर वस्तुको रे, जाणवो यह इलाज कहन सुननको कछु नहि प्यारे, आनंदघन महाराज... निशानी।।५।।
ચેતન કે છે કે મારી મોટી મોટી વાતો કરવાથી કે મારી વાતો સાંભળવા માત્રથી હું જણાઈ જતો નથી. આત્મતત્ત્વએ અનુભવનો વિષય છે. અનુભવજ્ઞાનમાં જે ભાસે તે સત્ય ભાસે છે. આત્મ સ્વરૂપનો અનુભવ થયા વિના આત્માનું કથન કે શ્રવણ તે એકડા વિનાના મીંડાં બરાબર છે. અનુભવજ્ઞાન પછી આત્માનો નિશ્ચય થાય છે. અનુભવ પછી આત્મપરિણતિમાં પરિવર્તન આવી જાય છે.
આત્મચિંતનના આધારે આનંદ સ્વરૂપ આત્માની અનુભૂતિ થાય છે તથા તેની પ્રતીતિ થાય છે. આત્મતત્ત્વની સત્ય ઓળખ તથા તેનાં સ્વરૂપસ્થ જ્ઞાન માટે જે માર્ગ છે તેનું દર્શન તથા સ્વરૂપ વિવેચન આ પદમાં છે. આત્મતત્ત્વને સત્ય પુરવાર કરતું આ પદ મહત્ત્વપૂર્ણ વાત રજૂ