________________
૨૯૯
અનુભવ રસ વળી કોઈ યતિઓ મને યતણી બનાવે છે. બૌદ્ધો યતિઓ કહેવાય છે. સંન્યાસીઓ ભગવા વસ્ત્રધારી, કોઈ રામભક્ત તો કોઈ શિવભક્ત હોય છે. જોગી અને યતિમાં એટલો ફેર છે કે જોગીઓ દેવ-દેવીઓના ભક્ત હોય છે ત્યારે સંન્યાસીઓ ઘણું કરીને અભેદ માર્ગને અનુસરનારા અને શિવભક્ત તો કોઈ પરબ્રહ્મને માનનારા હોય છે. ભક્તિમાર્ગને અનુસરનારા કેટલાક હોય છે. જ્ઞાન, ધ્યાન, તપ, જપ કે વ્રત કાંઈ કરવાની જરૂર નથી, ભગવાનની ભક્તિથી ભગવાન મળી જાય છે. ભક્તિમાર્ગીઓ જ્ઞાનયોગ અને કર્મયોગને ગૌણ કરી નાખે છે. તેઓ એમ માને છે કે મુક્તિ તો ભક્તિમાર્ગથી પ્રાપ્ત થાય છે. ભક્તિમાર્ગીઓ પ્રભુના ગુણાનુવાદ કરતાં કરતાં તેનાં ચરણોમાં સમર્પિત થઈ જાય છે. ભક્તિનાં તાનમાં ગાવું - બજાવવું- નાચવું કૂદવું, તાળીઓ પાડવી વગેરે ક્રિયાઓ કરે છે. તેઓ ભક્તિમાર્ગને એટલું બધું મહત્વ આપે છે કે ભક્તિ સિવાય મોક્ષ માટે બીજું કશું જ કરવા જેવું નથી. આ એકાંતવાદી છે.
આ રીતે જુદા જુદા મતને માનનારાઓ મેં તેના માનેલા મતમાં આસક્ત કહે છે. કોઈ ૐ નો ઉચ્ચાર કરે છે તો કોઈ શિવોડદ્ધને માને છે. કોઈ રાખ લગાવી, હાથમાં ચીપીઓ રાખી અલખમાં મગ્ન રહેનારા છે. આ રીતે ચેતન જેના જેના સંગમાં ગયો તેના તેના રંગમાં રંગાયો અને મને પણ તેવા જ રંગે રંગી દીધી. સ્વમતાગ્રહથી વિકળ થયેલી આંખો અન્યદર્શનની વાતો સાંભળવા કે જાણવા પણ તૈયાર નથી. માટે જ ચેતના કહે છે કે જ્યાં જ્યાં ચેતન સાથે હું ગઈ ત્યાં મારું એકાંત સ્વરૂપ થતું ગયું ને મારામાં મલિનતા વધતી ચાલી. ચેતનની પણ આવી જ દશા થઈ છે.
કવિ આનંદઘનજી વર્ણવે છે: राम भणी रहेमान भणावी, अरिहंत पाठ पढाई, घर घरने हुं धंधे विलगी, अलगी जीव सगाई...मायडी।।३।।
લોકોએ મને પોત પોતાની માન્યતા અનુસાર રામ, રહેમાન, અરિહંતનો પાઠ ભણાવ્યો. જાપ કરાવ્યા પણ તેનો સાચો ભાવાર્થ હું સમજી શકી નહીં. જે આત્મભાવમાં રમે તે રામ અર્થાત્ સ્વભાવમાં રમણ કરે તે રામ. જેણે પોતાના બાહ્ય-અત્યંતર શત્રુઓને જીતી લીધા છે તે