________________
અનુભવ રસ
૨૯૮
સમભાવી સાધકો હંમેશાં ઉપ૨ ઉ૫૨નાં ગુણસ્થાનકોમાં આરોહણ કરતાં રહે છે. તેનાં આત્માની શીતળતા મુખમુદ્રા ૫૨ છવાઈ જાય છે. તેઓ ચંદ્ર સમાન સૌમ્ય, સાગર જેવા ગંભીર, ભારડ પક્ષી જેવા અપ્રમત્ત અને સુરિગિર જેવા ધીર હોય છે.
આવા વીરલા પુરુષો ૫૨મત સહિષ્ણુ હોય છે. અમુક મત કે દર્શન પોતાને માન્ય છે તેથી તેનો પક્ષ કરવો જોઈએ પણ જે સત્ય હોય તેના ગ્રાહક બની, પક્ષપાતરહિત બની, ૫૨મતસહિષ્ણુતા કેળવવી જોઈએ, નિષ્પક્ષનો અર્થ આધ્યાત્મિક દૃષ્ટિએ જોતાં મનને સમભાવમાં રાખવું તથા મનને સ્થિતિસ્થાપકતામાં રાખવું. કોઈપણ સ્થિતિમાં ચિત્તને ડહોળી દેવું ન જોઈએ. ચેતના પણ નિષ્પક્ષ રહેવા ઈચ્છી રહી છે પણ ચેતનને કા૨ણે તે આવી દશા પામી છે. ચેતનાના કેવા બૂરા હાલ થાય છે તે કવિના શબ્દોમાં જોઈએ–
जोगीए मिलीने जोगण कीधी, जतीए कीधी जतणी; भगते पकडी भगताणी कीधी, मतवासी कीधी मतणी मायडी ॥ २ ॥
યોગમાર્ગે ચાલનારા જોગીએ પોતાનો માર્ગ જ સાચો છે તેમ માની મને જોગણી બનાવી દીધી. તેઓ જોગણીના ઉપાસક હોય છે. તેઓ ચંડિકા, મહાકાળી, મહામાયા, ભદ્રેશ્વરી વગેરે જુદી જુદી દેવીઓને માને પૂજે છે. આવા કેટલાક જોગીઓ કાનકટા તેમજ કોઈ ડોકમાં પથ્થરની માળા પહેરે છે. તેઓ જગતને માયારૂપ માને છે. માટે માયા સ્વરૂપ દેવીઓની પૂજા – ઉપાસના કરી તેને પ્રસન્ન કરવા પ્રયત્ન કરે છે. ચેતન જ્યારે તેમાં ઢળી ગયો ત્યારે જોગીઓની જમાતમાં મને પણ જોડી દીધી ને મને જોગણ બનાવી દીધી પછી મારી પૂજા – ઉપાસના કરવા લાગ્યો પણ મારૂં સત્ય સ્વરૂપ કોઈ સમજતા નથી. તેઓ પોતાના પક્ષ સિવાય અન્યત્ર સત્યદર્શન કરી શકતા નથી. તેઓ તો પોતાથી વિરુદ્ધ વિચારના લોકોને મહાઘાતકી, મહાપાતકી સમજે છે. તેને જુદાં જુદાં નામોથી જાણે છે જેમકે નાસ્તિક, મિથ્યામતિ, કાફર વગેરે. તિરસ્કા૨ભી દૃષ્ટિથી જુએ છે. અરે ! આશ્ચર્યની વાત તો એ છે કે ખુદ ચેતન પણ મને જોગણી માની મારી પૂજા કરે છે હું ક્યાંય બહાર નથી, તેની પાસે જ છું છતાં અજ્ઞાનમાં ઘેરાઈ તે મને જોઈ શકતો નથી. આવી દયનીય મારી દશા છે.
',