________________
અનુભવ રસ
૨૪ (૭) સ્યાત્ અસ્તિ – નાસ્તિ અવક્તવ્ય: – અતિ અવક્તવ્ય અને નાસ્તિ અવક્તવ્ય બંને જીવમાં એક સમયે વર્તે છે પરંતુ એક સમયમાં વાણીમાં ન આવવાથી સ્યાત્ અસ્તિ-નાસ્તિ અવકતવ્ય કહેવામાં આવે છે.
આ સ્યાત્ શબ્દ વડે સ્યાદ્વાર દર્શનનું મહત્ત્વ આંકી શકાય છે. આવી રીતે શ્રી આનંદઘનજી મહારાજે સાત નય અને ચાર નિક્ષેપનું પણ નિરૂપણ કરી જીવની વાસ્તવિકદશાનો પરિચય કરાવ્યો છે.
શ્રી બુદ્ધિસાગરજી મહારાજ લખે છે, “આત્મામાં રહેલાં ગુણોનું સ્વરૂપ સાત નય વડે અવબોધવું” શ્રી દેવચંદ્રજી મહારાજે ફરમાવ્યું છે,
જે નય છે તે પદાર્થના જ્ઞાનને વિષે જ્ઞાનના અંશ છે નયનું લક્ષણ કહે છે. . “नयास्तु पदार्थ ज्ञाने ज्ञानांशाः तत्रानन्त धर्मात्मके वस्तुन्येक धर्मोन्नपनं ज्ञान नयः”
અનંત ધર્માત્મક જે વસ્તુ એટલે કે જીવાદિક એક પદાર્થમાં અનંત ધર્મ છે. તેનો જે એક ધર્મ ગવષ્યો તો પણ અન્ય કે બીજા અનંત ધર્મ તેમાં રહ્યા છે તેનો ઉચ્છેદ નહીં અને ગ્રહણ પણ નહીં પણ એક ધર્મની મુખ્યતા કરવી તે નય છે.
જૈનદર્શનકારોએ આ પ્રકારે સાત નયનું નિરૂપણ કર્યું છે. તેમાં પ્રથમના ચાર નવો જેવા કે નૈગમનય, સંગ્રહનય, વ્યવહારનય અને ઋજાસૂત્રનય આ ચાર નવો દ્રવ્યાર્થિક નય છે. શબ્દનય, સમભિરૂઢનય અને એવભૂતનય એ ત્રણ પર્યાયાર્થિક નય છે.
દ્રવ્યાર્થિક નય કોને કહેવાય? તેના ઉત્તરમાં કહેવાયું છે કે
"द्रवति द्रव्यति अदुद्रवत तांस्तान पर्यायानिति द्रव्यं तदेवार्थः सोऽस्ति यस्य विषयत्वेन स द्रव्यार्थिकः
જે વર્તમાન પર્યાયને દ્રવે છે, ભવિષ્યકાળમાં દ્રવશે તથા ભૂતકાળમાં દ્રવતો હતો તેને દ્રવ્ય કહેવાય અને તે જ છે અર્થ પ્રયોજન વિષયપણે જેને તે દ્રવ્યાર્થિક નય કહેવાય છે. અને પર્યાય તે જન્ય છે અને દ્રવ્ય તે જનક. દ્રવ્ય ધ્રુવ છે અને પર્યાય તે ઉત્પાદ -વ્યયરૂપ છે.