________________
અનુભવ રસ
: 44 ઘણી ખરી માહિતી અનુપલબ્ધ જ છે. અલબત્ત, તેમના સંબંધમાં લોકોમાં અનેક કિંવદન્તિઓ પ્રચલિત હતી, પણ આ બધી વાતો અવ્યવસ્થિત આકારમાં મળે છે. વળી તે માટે વિદ્વાનોમાં પણ જુદા જુદા મત પ્રવર્તે છે.
કોઇ પદોની કે સ્તવનોની ભાષાને આધારે જન્મભૂમિનો નિર્ણય કરે છે, પણ ભાષાના આધારે કોઈ કવિનું જન્મ સ્થળ શોધવું તે ઘણું અઘરું કામ છે વળી આનંદઘનજીએ પોતે સ્વહસ્તે કોઈ પદ–વૃત્તિ કે સ્તવનકૃતિની હસ્તપ્રત લખી હોય તેવી કોઈ હસ્તપ્રત મળતી નથી. જેમ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના હસ્તાક્ષરની પ્રતો મળે છે તેમ આનંદઘનજીના હસ્તાક્ષરની કોઈ પ્રત મળતી નથી.
કવિની ભાષાના આધારે જન્મસ્થળની વિચારણા કરતાં શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા લખે છે કે તેઓનું હિન્દી ગુજરાતીના મિશ્રણ છતાં ઉત્તરહિન્દના મૂળ વતનીને મળતું હોય તો તેઓનો જન્મ ઉત્તર હિન્દના કોઈ ભાગમાં થયો હોય, નાની વયમાં ઉત્તરહિન્દના પ્રદેશમાંથી નીકળી ગુજરાતી ભાષા બોલતા એવા પ્રદેશમાં તેઓ હોવા જોઈએ.શ્રી આનંદઘને પ્રથમ સ્તવનોની રચના કરી પછી પદો રચ્યા હશે એવું અનુમાન કરી શ્રી બુદ્ધિસાગરસૂરિ કહે છે કે “ગુર્જર દેશમાં તેમનો જન્મ થયો હોય એમ અનુમાનો વડે નિર્ણય થાય છે.” “ડો. મદનકુમાર જાની એવું અનુમાન કરે છે કે તેઓનો જન્મ ગુજરાતમાં થયો હોય તેવો વિશેષ સંભવ છે. કારણ કે આનંદઘનજીએ કૃતિઓમાં વિશેષપણે શુદ્ધ ગુજરાતી ભાષા અને લોકભાષાના શબ્દોનો સુંદર ઉપયોગ કર્યો છે તે જોવામાં આવે છે. ૨
પરંતુ સંતોના સાહિત્યની ભાષાને આધારે તેમના જન્મસ્થળને શોધવું તે બરાબર નિર્ણાયક ન થઈ શકે, કારણ કે સંતો કોઈ એક સ્થાને સ્થિર રહેતા નથી. તેમની વિહારયાત્રા ચાલતી હોવાને કારણે અનેક પ્રાંતીય ભાષાની અસર તેમની ભાષામાં તથા સાહિત્યમાં મળે છે. બીજી
૧ જૈન કાવ્યદોહન ભા. ૧ શ્રી મનસુખલાલ રવજીભાઈ મહેતા પૃ. ૧૫ ૧. આનંદઘન પદ સંગ્રહ, આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજ. પૃ. ૧૨૪ ૨. નરથાન પર્વ નિરાત મધ્યાતિન–
संत एवम् भक्तकवि। -डो मदनकुमार जानी ५. १९०।