________________
45
અનુભવ રસ નોંધપાત્ર બાબત એ છે કે જે લહિયાએ હસ્તપ્રત લખી હોય તો લહિયાના પ્રદેશની અસર પણ એના લખાણમાં આવી શકે છે. લોકવ્યાપક બનેલા કવિશ્રીનાં પદો કે સ્તવનોની હસ્તપ્રતોમાં તે સમયની ભાષાની લઢણો અનાયાસે આવી જવા પામી છે.
આનંદઘન બાવીસી' ની હસ્તપ્રતોમાં ગુજરાતી ભાષાનો મરોડ ધરાવતી અને રાજસ્થાની ભાષાનો મરોડ ધરાવતી એવી ભાષા ભૂમિકાના બે પ્રવાહો સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ રીતે સ્તવનો કે પદોની ભાષા પરથી આનંદઘનજીનું જન્મસ્થાન કે જન્મપ્રદેશ તારવવાનું કામ ઘણું મુશ્કેલ છે તો પણ કેટલાંક અનુમાનો થયાં છે. શ્રી મોતીચંદ કાપડિયાના મત પ્રમાણે “આનંદઘનજી” નો જન્મ બુંદેલખંડમાં થયો હતો. બુંદેલખંડમાં હિન્દી તથા મારવાડીના વર્ણસંકર જેવી ભાષા જે હાલમાં પણ વપરાય છે. આ ભાષાનો મોટો ભાગ તેમના પદોમાં જોવા મળે છે. સ્તવનોમાં પણ તેની છાયા સ્પષ્ટ જણાય છે. જેમકે નૈસા લાવા પરે સેવા ચાદર તોરી ગોરી' પદોમાં આ શબ્દપ્રયોગ થયો છે તેવી રીતે
'भाव विवेक के पाउ न आवत
आनंदघन प्रभु पाउ देखावत्' ।
નામ તિ, વેડી, વવાય, વરિયારી, વારે, વરેરી, ઘરેરી નિદvશેરી વગેરે શબ્દો મારવાડી તથા બુંદેલખંડી હિન્દીમાં હોય તેવું લાગે છે. અને એ પરથી તારણ કાઢી શકાય કે - આનંદઘનજીનો જન્મ બુંદેલખંડમાં થયો હોવો જોઈએ.
આનંદઘનજીના જીવનને જાણવા, સત્ય-વિજયગણિના જીવનની હકીકતો ઉપયોગી થશે તેથી મોહનલાલ દલીચંદ દેસાઈ લખે છે, “પં. સત્યવિજયગણિની જન્મ સંવત કે દીક્ષા સંવત મળતી નથી, પરંતુ અનુમાનથી જન્મ સંવત આશરે વિ. સં. ૧૬૫૬ ગણવામાં આવે છે. લાડલુંના ડૂગળ ગોત્રના ઓશવાલ શાહ વીરચંદની પત્ની વીરમદેવી કૂખે તેમનો જન્મ થયો, એમનું શિવરાજ નામ હતું. તેમણે ચૌદ વર્ષની ઉંમરે તપાગચ્છમાં દીક્ષા લીધી હતી અને દીક્ષા પછીનું નામ સત્યવિજયજી ૧. આનંદઘન પદ સંગ્રહ ભા. ૧ : મોતીચંદ ગિરધરલાલ કાપડિયા ૨. જૈન ઐતિહાસિક રાસમાળા ભા.૧ : સંશોધક, મોહનલાલ દલીચંદ દેસાઇ. પૃ. ૩૭