________________
અનુભવ રસ
46 આપવામાં આવ્યું હતું.
શ્રી મોતીચંદ કાપડિયા લખે છે, “પં. સત્યવિજયજી શુદ્ધ ક્રિયાના ચાહક હતા અને ઉપદેશમાં ત્યાગ અને વૈરાગ્ય પર ભાર મૂકતા હતા. તેઓ મેડતા, નાગોર જોધપુર, સોજત તથા સાદડી વગેરે પ્રદેશમાં વધુ વખત વિચર્યા હતા અને એ તરફ ઘણા ચાર્તુમાસ ગાળ્યાં હતાં. પં. સત્યવિજયગણિએ વિ. સં. ૧૭૫૪માં અમદાવાદમાં અને વિ. સં. ૧૭૫૫ માં પાટણમાં ચોમાસું કર્યું. વિ. સં. ૧૭૫૬ માં પોષ મહિનામાં તેઓ બીમાર પડ્યા પાંચ દિવસ બીમાર રહ્યા અને સં. ૧૭૫૬ માં પોષ મહિનામાં પાટણમાં અનશન સ્વીકારી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.”
શ્રી મોતીચંદ કાપડિયાએ બુંદેલખંડમાં જન્મેલા શ્રી ગંભીરવિજયજી પાસેથી આનંદઘનજીનાં પદો અને સ્તવનોનો ભાવાર્થ સાંભળ્યો હતો. શ્રી ગંભીરવિજયજી આનંદઘનજીની ભાષાને સારી રીતે સમજી શકતા હતા, આથી આનંદઘનજીનો જન્મ બુંદેલખંડમાં થયો હશે તેમ માનવા શ્રી ગંભીરવિજયજી પ્રેરાયા હતા. અને તે પ્રમાણે શ્રી મોતીચંદ કાપડિયા પણ માનતા હતા.” - શ્રી બુદ્ધિસાગરજી મહારાજ લખે છે, “હિન્દુસ્તાનમાં (મારવાડ) જેનો જન્મ થયો હોય તે ગુજરાતી ભાષામાં ઘરગથ્થુ શબ્દોનો ઉપયોગ કરી શકે નહિ. કદાપિ મારવાડમાં જન્મ થયો હોય એમ માની લઈએ તો ચોક્કસ એ પ્રમાણે નહીં કહી શકાય અને જો તેઓ મારવાડના હોય તો ગુજરાતી ભાષાના મારવાડી શબ્દોના મિશ્રણ વિનાની ચોવીશી લખી શકે નહિ. તેથી અનુમાન થાય છે કે ગુજરાતમાં જન્મ્યા વિના ગુજરાતી ભાષાના ઘરગથ્થુ શબ્દો વાપરવામાં મુશ્કેલી પડે. મારવાડ દેશમાં જન્મ હોય અને દીક્ષા ગ્રહણ કર્યા પછી ઘણાં વર્ષ પર્યત ગુજરાત દેશમાં રહ્યા હોય, અને એ અરસામાં ચોવીશીની રચના કરી હોય તો કવિશ્રીની રચનામાં ઘરગથ્થુ શબ્દોની પેઠે મારવાડી ઘરગથ્થુ શબ્દોના પ્રયોગથી તે ગુજરાતના હોય તેમ સિદ્ધ થાય છે, વળી કવિશ્રીનું દીક્ષા પછી પ્રથમ
૧. આનંદઘન પદ સંગ્રહ ભા. ૧, મોતીચંદ ગિરધરલાલ કાપડિયા પૃ ૭૮ ૨. આનંદઘન જીવન અને કવન, ડો. કુમારપાળ દેસાઇ ૫ ૨૪