________________
47
અનુભવ રસ
વિચરણ ગુજરાત દેશમાં થયું હશે. તથા ઘણાં કાળ સુધી ત્યાં વિચર્યા હશે એમ લાગે છે.’૧
શ્રી નટવરલાલ વ્યાસ અનુમાન કરે છે, ‘આનંદઘન ગુજરાતમાં જન્મ્યા હશે અથવા તો ગુજરાતમાં લાંબા સમય સુધી રહ્યા હશે.' ૨ ડો. મદનકુમાર જાની પણ એવું અનુમાન કરે છે, ‘તેઓનો જન્મ ગુજરાતમાં થયો હોય એવો વિશેષ સંભવ છે.'
. ૩
મોહનલાલ દલીચંદ દેસાઇના મત પ્રમાણેઃ ‘શ્રી સમેત શિખરતીર્થના ઢાળિયામાંથી મળેલી માહિતીના પ્રકાશમાં એમના જન્મસ્થાનનો વિચાર કરીએ તો એમ જ થાય છે કે કવિશ્રીનાં મોટાભાઈ પન્યાસ સત્યવિજયજીનો જન્મ લાડલું ગામમાં થયો હતો. આ લાડલું ગામ માળવા તરીકે ઓળખાતા સપાદલક્ષ દેશમાં આવેલું હતું આથી આનંદઘનજીનો જન્મ પણ એ જ સ્થળે થયો હોય અને પછી એમણે સત્યવિજયજીની માફક રાજસ્થાનમાં લાંબો સમય વિહાર કર્યો હોય એમ અનુમાન કરી શકાય છે.’૪
આ રીતે જોતાં શ્રીમદ્ આનંદઘનજીના જન્મ સ્થળ વિષે વિદ્વાનોમાં વિવિધ મતભેદ નજરે પડે છે. સૌરાષ્ટ્ર, ગુજરાત, બુંદેલખંડ, ઉત્તરહિન્દ, રાજસ્થાન વગેરે સ્થળોનાં અનુમાનો વિદ્વાનો દ્વારા કરવામાં આવ્યાં છે પરંતુ આનંદઘનજી રાજસ્થાનના હોય તેવી શક્યતા વિશેષ છે કા૨ણ કે માણસ પોતાની જન્મભૂમિ છોડી ગમે તેટલો દૂર વસે પરંતુ તેના બોલવામાં જન્મભૂમિની ભાષાનાં લક્ષણો ક્યાંક ક્યાંક ક્યારેક આવી જાય છે. ભાષાકીય દૃષ્ટિએ જોતાં આજુબાજુના પ્રાંતની ભાષાનો પ્રભાવ બોલચાલની બોલી પર પડયા વિના રહે નહીં. માટે ભાષાની દૃષ્ટિથી જોતાં તેઓ મારવાડના હશે, ગુજરાતના નહિ એમ જણાય છે.
.
૧. આનંદઘન પદ ભાવાર્થ. ભા. ૨. શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ. પૃ.૭ ૨. મુળરાત છે વિયોંળી હિન્દી- ડો. નવરલાલ વ્યાસ પૃ. ૩૫ - काव्य साहित्यका देन. प्रथम संस्करण
3. राजस्थान एवं गुजरात के मध्य कालीन संत एवं भक्त कवि . ડો. મવનજીના પૃ. ૧૯૦
૪. જૈન ઐતિહાસિક રાસમાળા. સંશોધક–મોહનલાલ દેસાઇ પૃ.ઃ ૩૭