________________
64
અનુભવ રસ
(૬) આશા અને દંતકથા:કોઈ વખત આનંદઘનજી મારવાડનાં ગામોમાં વિહાર કરતા હતા. ત્યાં શ્વેતામ્બર સ્થાનકવાસી જૈનો તેમજ મૂર્તિપૂજક જૈનો વસતા હતા. તેમનામાં એવી વાત ફેલાઈ હતી કે આનંદઘનજી ગચ્છની સમાચારી બરાબર પાળતા નથી, સ્થાપનાચાર્યજી રાખતા નથી અને એકલા ફરે છે, તેઓ વ્યવહારભ્રષ્ટ થાય છે.
એક વખત શ્રી આનંદઘનજી અઠ્ઠમના પારણા માટે ભરબપોરે આહાર-પાણી વહોરવા નીકળ્યા. ગૃહસ્થોને ઘરે તેઓ આહાર-પાણી માટે ફર્યા. પરંતુ ગમે તે કારણે તેમને આહાર-પાણી મળ્યાં નહિ, તેથી આનંદઘનજી પાછા ફરી, ગામ બહાર આવ્યા, આહાર-પાણીની આશામાં લપટાયેલા પોતાના આત્માને ઉદ્દેશી હૃદયના ઉદ્ગાર દ્વારા તેઓ પોતાની જાતને સંબોધન કરવા લાગ્યા કે –
આશા ઔર ન કી કયા પીજે (૨) અવધૂ, જ્ઞાન સુધારસ પીજે, ભટકત દ્વાર દ્વારા લોકન કે, કુકર આશા ધારી.” આ વિચારોને અંતે તેઓ આત્મસમાધિમાં લય લીન થઈ ગયા.”
(૭) ઉપકાર દૃષ્ટિબીકાનેરમાં દિલ્હીના બાદશાહનો શાહજાદો એક વખત આવ્યો હતો. તે શાહજાદો હિન્દુસાધુઓ અને યતિઓને સતાવતો હતો. એક વખત સાધુઓએ શ્રી આનંદઘનજીને કહ્યું કે “બાદશાહનો શાહજાદો રસ્તામાં જતા-આવતા અમારી મશ્કરી કરે છે માટે કૃપા કરીને કંઈક બનતો ઉપાય કરો.”
આનંદઘનજી બીકાનેરની બહાર જ્યાં શાહજાદાનો મુકામ હતો તેની આસપાસ ફરવા લાગ્યા. પેલો શાહજાદો ઘોડા પર બેસીને ફરવા જતો હતો. સ્વભાવ પ્રમાણે તેણે મેલાઘેલા આ વૃદ્ધતિની મશ્કરી કરી એ વખતે શ્રી આનંદઘનજી બોલ્યા કે “બાદશાહુકા બેટા ખડા રહે” આટલા
૨. એજન પૂ. ૬૩