________________
૭૩
અનુભવ રસ કહે છે કે મારા ચેતનસ્વામીએ હવે અનુભવની રીત ગ્રહણ કરી છે. તેથી જ્ઞાનદશા જાગૃત થઈ છે.
ચેતના ! સુમતિને કહે છે કે તું મારા સ્વામીની સામું તો જો હવે તો તે પોતાના મૂળ સ્વરૂપમાં આવી રહ્યા છે. જો તો ખરી તે કેવા અનુપમ લાગે છે? તેમણે નિજરૂપનો નિરૂપમ મુગટ મસ્તક પર ધારણ કર્યો છે અને તીવ્રરુચિરૂપ તલવાર પણ હાથમાં લીધી છે. જેથી એની શોભા અનેરી લાગે છે.
ક્ષત્રિયો અને રજપૂતો જ્યારે લગ્ન કરવા જાય ત્યારે માથે મોડ બાંધે છે. (જેને આજની ભાષામાં કલગી કહેવાય છે તથા હાથમાં તલવાર રાખે છે. ચેતનરાજ પણ આજે તો કૈવલ્યલક્ષ્મી વરવા જઈ રહ્યાં હોય તેવા તેજસ્વી લાગે છે. તેણે નિજસ્વરૂપનો મોડ બાંધી, તીવ્રરુચિની તલવાર કમરે ધારણ કરી પ્રયાણ કરી રહ્યા છે.
આ કડીનો બીજો અર્થ એ થાય છે કે ચેતન અનાદિકાળથી મોહરાજાની પુત્રી મમતા સાથે રમતો હતો. હવે મમતાને છોડી દીધી છે તેથી મોહરાજા ચેતનકુંવર પર ચડાઈ કરે છે. ચેતન મોહ સામે યુદ્ધ કરે છે. ચેતન શૂરવીર તથા શૌર્યવાન હોવાને કારણે રાજાને યોગ્ય સજ્જતા ધારણ કરી, યુદ્ધ ખેલવા જઈ રહ્યો છે. તેણે માથે નિરૂપમ નિજરૂપનો મુગટ ધારણ કરી, તીક્ષ્ણ ધારવાળી તલવાર લીધી છે. હવે મોહરાજાને મહાત કરવા તીક્ષણ હથિયાર કરમાં ધારણ કરી, શત્રુનો શિરચ્છેદ કરે છે. તીવ્રરુચિ વિના સમ્યકત્વ પ્રાપ્ત થઈ શકે નહીં, ત્યારે સમ્યકત્વ વિનાનું કાર્ય અર્થહીન બની જાય છે.
દેવ, ગુરુ અને ધર્મના આધારે સત્યાનુભવની રુચિ જાગે છે. રુચિની સાથે દેઢ સંકલ્પ થતાં, મોહની ગાંઠ ઢીલી પડે છે.
અહીં રુચિ પર વિશેષ ભાર દેવામાં આવ્યો છે. કારણકે “રુચિ અનુયાયે વીર્ય”, જેવી રુચિ તે પ્રમાણે વીર્યની ફુરણા થાય છે. ચેતનની સ્વભાવ તરફની રુચિ જાગતા તેનું વીર્ય પણ આત્મા તરફ વળે છે. પછી એ દિશામાં પુરુષાર્થ ઉપડે છે. તેથી કવિ કહે છે કે ચેતનની, શુદ્ધચેતના તરફ દૃષ્ટિ મંડાણી છે.
હવે આતમદેવ, દેવત્વને પામી, મોક્ષલક્ષ્ય મેળવવા કર્મરાજા સામે