________________
૨૩૯
અનુભવ રસ સ્વામી જાગશે ત્યારે ચેતનાની સર્વ ઉપાધિઓ ભાગશે. ચેતન જ્યારે શુદ્ધચારિત્રનો આરાધક બનશે ત્યારે વાસનારૂપી વેલી ભસ્મ બની જશે. એવી અલૌકિક ભાવના ઓ પદમાં વર્ણવવામાં આવી છે. સાધનાના પ્રશસ્ત માર્ગે આત્મપરિણતિનું પરિણમન થતાં આત્મિક વિકાસક્રમ થાય છે. પરિણામે તે ત્યાગમાર્ગે આગળ વધે છે. એવી ઉદાત્તભાવના આ પદમાં છે. આ પદમાં યુદ્ધનું રૂપક પ્રયોજીને મોહરાજા પોતાના લશ્કર વડે આત્મા ઉપર કેવું ભયંકર આક્રમણ કરે છે તેનું સચોટ બયાન આપ્યું છે.