________________
૮૧
અનુભવ રસ
મૂળનો નાશ થતાં વૃક્ષનો નાશ પામે છે. જીવનું ચારગતિમાં પરિભ્રમણ કેવાં કેવાં પરિણામની ધારાથી થાય છે. તે વિષે શ્રી આનંદઘનજી મ. ચોથી કડીમાં કહે છે.
चउराशी मांहे फिरे नीली, स्याह न तोरी जोरी.. । लाल जरद फिर आवे घरमें, कब हुक जोरी विछोरी .. । । प्राणी ।। ४ ।
આ કડીમાં દિવ ચોપાટરૂપ કાર્યનાં મૂળમાં પ્રવેશ કરે છે. કવિના આશયને જાણવા આપણે લેશ્યાનું સ્વરૂપ જાણી લેવું, આવશ્યક ગણાશે, જેમ શુદ્ધ સ્ફટિકની સામે લાલ, લીલો કે કાળો પદાર્થ રાખવામાં આવે તો સ્ફટિક તે રંગરૂપ દેખાય છે.
શ્રી બુદ્ધિસાગરજી મહારાજ કહે છે કે ભાવમન દ્વારા આત્માનાં પરિણામ અથવા અધ્યવસાય તેને લેશ્યા કહેવામાં આવે છે. લેશ્યા મનની સહચારી છે. ભાવમન તેરમા ગુણસ્થાનકે હોય નહીં તેથી ત્યાં લેશ્યા પણ હોય નહીં.
*..
શાસ્ત્રાનુસાર લેશ્યા યોગ તથા કષાયના યોગથી થાય છે. માટે જ્યાં કષાય હોય ત્યાં ત્યાં લેશ્યા હોય જ્યાં કષાય ન હોય ત્યાં લેશ્યા પણ ન હોય તે૨મા ગુણસ્થાનકે યોગ છે પણ કષાય નથી માટે લેશ્યા નથી, અને સિદ્ધપ્રભુ તો અલેશી છે કારણ કે કષાય કે યોગ કાંઈ નથી. લેશ્યાના પરિણામોનો આધાર મનોવર્ગણાના સંબંધને કા૨ણે છે. મનોવર્ગણા પાંચ પ્રકારની છે. કષાયને કારણે ને યોગના કંપનથી જો કાળારંગની વર્ગણા આત્મા સાથે જોડાય ત્યારે તે અધ્યવસાયોને કૃષ્ણલેશ્યા કહેવામાં આવે છે. આ રીતે કૃષ્ણ-નીલ કાપોત, પીત (તેજો ) પદમ અને શુક્લ એમ છ લેશ્યા શાસ્ત્રમાં બતાવેલ છે.
ઉ. સૂ. મા છ લેશ્યાના રંગ, રસ, ગંધ અને સ્પર્શ વગેરે જુદાં જુદાં બતાવવામાં આવ્યા છે. તેમા પ્રથમ કૃષ્ણલેશ્યાનો રંગ બતાવવામાં આવે છે. जीमूयनिध्ध संकासा, गवलरिठ्ठगसनिभा । खंजाजण नयणनिभा, किण्हलेसा उ वण्णओ ।।
( ૧ ) કૃષ્ણ લેશ્યાનો વર્ણઃ– પાણીથી ભરેલા વાદળા, પાડાનાં શીગડાં, અરીઠાના બીજ, ગાડાનું ખંજન, આંખની કીકી, આ બધાનો કાળો કલ૨ હોય એનાથી પણ અધિક કૃષ્ણલેશ્યાનો રંગ હોય છે.