________________
અનુભવ ૨સ
તે પ્રમાણે ૭ ગતિમાં રખડવું પડે તે સાત ગતિ આ પ્રમાણે છે.
(૧) એકેન્દ્રિય ગતિ (૨) વિકલેન્દ્રિય (૩) નરક ગતિ (૪) સંમૂચ્છિમ પંચેન્દ્રિય (૫) ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ ગતિ (૬) મનુષ્ય – ગતિ (૭) દેવ ગતિ.
આ રીતે છકાય જીવોની હિંસા એક અસંયમથી કરવામાં આવે તો સાત ગતિમાં ભમવું પડે.
८०
સૂયગડાંગ સૂત્રમાં સાતગતિ બીજી રીતે કહી છે. તેમાં ત્રણ વેદ લેવામાં આવ્યા છે. જેમકે પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય અને નારકીને એક નપુંસકવેદ હોય છે. તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યમાં ત્રણેય વેદ હોય છે. ત્યારે દેવગતિમાં સ્ત્રીવેદ તથા પુરુષવેદ જ હોય છે. આ રીતે પાસા ગણવામાં આવે તો પણ હિસાબ બરાબર આવે છે. પણ સોગઠી ચલાવનારો જો વિવેકપૂર્વક સોગઠી ચલાવે તો તે જલ્દીથી પોતાના મધ્ય ઘ૨માં પહોંચી જાય છે.
પાંચનો અર્થ પાંચ ઇન્દ્રિય અને તેના દ્વારા થતા રાગ-દ્વેષના બે દાણા. ઇન્દ્રિયો કાર્યરૂપ છે. રાગ-દ્વેષ કારણરૂપ છે. આમ સાતગતિમાં પરિભ્રમણનું કા૨ણ રાગ-દ્વેષ છે.
શ્રી બુદ્ધિસાગરજી મહારાજે કહ્યું છે કે ચેતન ! અનંતાનુબંધી તથા અપ્રત્યાખ્યાની કષાયને જીતીને પંચમ ગુણસ્થાને જાય છે. ત્યાર બાદ પ્રબળ પુરુષાર્થ ઉપાડે તો સાતમા ગુણસ્થાનકે જાય છે અને આત્મવીર્યનો વેગ વધે તો ક્ષપક શ્રેણી માંડી બીજા છ ગુણસ્થાનકમાં આગળ વધી તેરમાં સયોગી કેવળી ગુણસ્થાનકમાં સર્વજ્ઞતા પ્રગટ કરી પછી ચૌદમું ગુણસ્થાનક પ્રાપ્ત કરવા અઘાતીકર્મનો ક્ષય કરી, અયોગી બની, અજર અમરપદને પ્રાપ્ત કરે છે.
આ પ્રમાણે ચારગતિની ચોપાટને અનેક દૃષ્ટિકોણથી જોવામાં આવે છે. જીવના વૈભાવિકભાવરૂપ ષટ્ટપુ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ છ રિપુની પ્રવૃત્તિ એક મનના આધારે થાય છે. એક મન જીતાય જતાં બધું જીતાય જાય છે. આ પ્રમાણે ચારગતિ પરિભ્રમણનું મૂળ કારણ એક મન છે. તથા રાગ-દ્વેષ વિગેરે વિભાવભાવ છે. તેનો નાશ થતાં જીવ મુક્ત બની નિરાકાર, નિરંજન સ્વરૂપને પ્રગટ કરે છે.