________________
અનુભવ રસ
૭૬ છે કે હે સાહેલી? મારા સ્વામીની એવી ઊંચી દશા છે કે જેને તોલે જગતનું એક પણ સુખ આવી શકે નહીં ત્રિભુવનનાથ, રૈલોકય પ્રકાશક એવા મારા પ્રભુએ તો મને પોતાના પ્રદેશ પ્રદેશે ધારણ કરી લીધી છે. હવે તો મારી અને એની અભેદતા સ્થાપિત થઈ ગઈ છે. હું તો અક્ષય સુખધામ સ્વામીના સંગે અપાર સુખ લીલા માણી રહી છું. આનંદની મસ્તી માણતા ચેતનનું તો મને મુક્તિપુરીની સહેલ કરાવવા ઉર્ધ્વગતિ કરી લોકાગ્રે મને સ્થાપિત કરી દીધી છે.
- કવિશ્રી આત્માની ઉત્તમશક્તિનું દર્શન આ પદમાં કરાવ્યું છે. માલકૌંશ રાગ-તન્મયતા દર્શક છે. સાધકો નિજઘરમાં રંગરેલી કરે છે. અને અન્યને પણ તેવા ભાવમાં રંગવા માલકૌંશનો પ્રયોગ કરે છે. તીર્થંકર પરમાત્મા સમોવસરણમા માલકૌંશ રાગમાં દેશના આપે છે. જેથી કેવળજ્ઞાનરૂપ લક્ષ્મીને પ્રાપ્ત કરનાર ચેતન માટે આ રાગ સુયોગ્ય છે. - કવિ શ્રી આનંદઘનજી પાસે કલ્પનાની મૌલિકતા કેવી છે. તથા એમના અનુભવનો વ્યાપ કેટલો બહોળો તથા ઊંડો છે. તે આ પદમાં જોઇ શકાય છે.