________________
૭૫
અનુભવ રસ
તેની નજર શુદ્ધચેતન સાથે તદ્રુપ થવાની છે. પછી તો દશયતિ ધર્મ સંમિતિ, ગુતિ વગેરે સ્વજનો ચેતનને અભિનંદન આપે છે. તથા જયજયકાર ધ્વનિથી વધાવે છે.
શ્રી બુદ્ધિસાગરજી મહારાજ આ રૂપકને સમજાવતાં લખે છે, સમતારૂપ ટોપ ધ્યાનરૂપ મસ્તકનું રક્ષણ કરવા પહેર્યો છે. ૫૨૫રિણતિનાં ત્યાગરૂપ બ્રહ્મચર્યનો દુર્ભેદ્ય કવચ આત્માનાં અસંખ્યાત પ્રદેશરૂપ શરીર ૫૨ ધારણ કર્યો છે. દ્રવ્ય, ગુણ, પર્યાયનાં ધ્યાનમાં ઐકય થાય છે. અથવા દ્રવ્ય દૃષ્ટિ જેની ખુલ્લી ગઈ છે. એવી એક તારવાળું અંગરખું પહેર્યું છે. ત્યાં સ્વસ્વરૂપમાં પોતાના ઉપયોગને જોડી સ્થિરતા સાધી છે. ઉપયોગને સ્વમાં સ્થિર કરી મોહરાજાને સહેલાઈથી જીતી શકાય છે. ઉપયોગને પરમાંથી હટાવી સ્વમાં જોડવો તે જ આત્મ સાધકોની સાધના છે. અને તેમાં વીર્યને ફો૨વવું તે તેનું ચારિત્ર છે. ચેતન કેવી રીતે પરાક્ર્મ કરે છે. અને શું પામે છે. તે ચેતના દ્વારા કવિ કહે છે.
. केवल कमला अपच्छर सुंदर गान करे रस् रंग भरीरी.. ।
जीत निशान बजाइ विराजे, आनंदघन सर्वंग धरीरी.. ।। आतम ॥ ३ ॥
શુદ્ધચેતના પોતાની અંગત સાહેલી સ્થિરતાને કહે કે મારા આતમદેવે તો કમાલ કરી, કર્મશત્રુને જીતી સર્વ શક્તિ પ્રગટ કરી નાખી કર્મશત્રુઓનો સંહાર થતાં તો કેવળજ્ઞાન રૂપ લક્ષ્મી તો રંગમાં આવી નાચવા લાગી, નાચતી, નાચતી મારા સ્વામી પાસે આવી અનંતજ્ઞાન, અનંતદર્શનરૂપ માળા સ્વામીનાં ગળામાં પહેરાવી દીધી આજ સુધી ઇન્દ્રિયો દ્વારા જોવા, જાણવાની શક્તિ હતી તેમાંથી તે સ્વતંત્ર થયા અને અસંખ્યાત આત્મપ્રદેશમાં લોકલોકનુ પ્રતિબિંબ પ્રતિબિંબિત થવા લાગ્યું, કેવળજ્ઞાન અને દર્શન વડે ચેતન એ બધું સમકાલે જાણવા જોવા લાગ્યાં. ચેતનદેવ તો સ્વરૂપ સિંહાસને, શુદ્ધચેતનારૂપ મને ધારણ કરીને બેઠા છે. હવે તેની શોભા વર્ણવી જાય તેમ નથી. પરમાત્મા પ્રભુ તો હવે પરમ સ્થિરત્વ પામી ૫૨માનંદ માણી રહ્યા છેતત્ત્વદૃષ્ટિએ બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકને ઉલ્લંઘી તે૨મા સયોગી કેવલી ગુણસ્થાનકની ભૂમિકામાં પ્રવેશતા તો તે મારામાં તન્મય થઈ ગયા છે.
આ પદમાં ચેતન-ચેતનાનું મધુર મિલન થયું છે તેથી ચેતના કહે