________________
અનુભવ રસ
૧૫૨ કયા-કયા ગુણોને સ્તવના થઈ શકે તેનો પણ મને વિવેક નથી. ગાતા તો આવડતું નથી પણ ગાયકો પાસે કેવા-કેવાં વાજિંત્રો હોય તેનું તથા તેને બજાવવાનું પણ મને જ્ઞાન નથી. ગાયકો આપની પાસે વિધવિધ સૂરોમાં ગાઈ પોતાની ભક્તિ રજૂ કરે છે. મારો સૂર પણ એવો મીઠો મધુરો નથી. અનેક પ્રકારના છંદો કે બાવણીના રાગ પણ હું જાણતો નથી. આ પૈવત રાગ છે કે ગાંધાર છે? તેની પણ મને ખબર નથી. મારા મધુરરાગના અભાવે હું આપને રીઝવી પણ શકતો નથી. સૂર કે સૂરના વિવિધ રાગ વિના ભક્તિ કેમ થાય? અરે! કોઈ વખત તો ગાયકો બિરદાવલીથી રાજાને બિરદાવે છે અને સુંદર રાગમાં ગુણાવલી ગાય છે. જેથી રાજામહારાજા રીઝાય અને ઉત્તમ ભેટ અર્પણ કરે છે. પણ પ્રભુ મારામાં તો એવી પણ કોઈ શક્તિ નથી તેથી રીઝતા કે રીઝવતા પણ આવડતું નથી. મારી અણઆવડતની કોઈ સીમા નથી તેથી એમ થાય છે કે આપના ચરણની સેવા કરું પણ પ્રભુ સેવક થવું સહેલું નથી કારણ કે સેવકના જેવી મારામાં નમ્રતા નથી. મને સેવાધર્મ બજાવતાં પણ આવડતો નથી. વળી ચરણસેવા કયા કયા પદાર્થોથી કરવી, કેવા મંત્રોચ્ચાર વડે કરવી, વસ્ત્ર તથા નૈવેધની કઈ સામગ્રી લાવવી તે વિધિ પણ હું જાણતો નથી તો પછી પ્રભુ આપજ કહો મારે શું માગવું. કવિશ્રી બીજી કડીમાં કહે છે,
वेद न जानुं किताब न जानु, जानुन लक्षण छंदा; તરવરવાદ વિવાદે જ નાનું, ન નાનું છવિ રુંવા... નવધૂ . ૨ાા
હું વેદ, કુરાન કે છંદશાસ્ત્ર વગેરે કાંઈ જાણતો નથી. વાદ-વિવાદ કરવા મારી પાસે તર્કશાન નથી. તેમજ મારામાં કવિત્વ શક્તિ પણ નથી. આવો સર્વથા શક્તિ હીન હું આપની પાસે કેવી રીતે આવું? અને શું માગું?
હિન્દુ ધર્માનુસાર વેદ સર્વથી જૂનો ગ્રંથ છે તથા વેદ અપૌરુષેય છે તેમ કહેવાય છે. જેની ઉત્પત્તિ કોઈ માનવથી નહીં પણ સાક્ષાત્ ઈશ્વરથી થઈ હોય તેને આગમ કહેવામાં આવે છે. વેદને પણ આગમરૂપ માનવામાં આવે છે. વેદ ચાર છે. તેમાં ઋગ્વદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ ચાર વેદમાં ઋગ્વદ અધિક પ્રસિદ્ધ છે. પરંતુ હે પ્રભુ! મને તો એક વેદનું પણ જ્ઞાન નથી.