________________
૯૩
અનુભવ રસ
સંન્યાસી, જોગ, જતિ, ફકીર વગેરે પણ આ તૃષ્ણાથી મુક્ત નથી. કોઈ પોતાનો પંથ ફેલાવવામાં, તો વળી કોઈ ભક્તોની ભીડમાં ભૂલા પડયા છે. કોઈ જગકલ્યાણની કામનાનો દંભ કરે છે તો કોઈ પદપ્રતિષ્ઠાની પ્રાપ્તિમાં પ્રયત્નશીલ છે. આ બધાં કાર્યોમાં વક્રગતિવાળી આ તૃષ્ણાને કોઈ ઓળખી શકતું નથી. માટે હે અનુભવ ! તું ચેતન સ્વામીને સમજાવ, તેનાં આંગણામાં મીઠી નદી વહે છે. અરે ! ઊંબરામાં જ કલ્પવૃક્ષ ખીલ્યું છે પછી બહાર ભટકવાની શી જરૂર છે ? જો તે સમતાસાગરમાં ડૂબી જશે તો જરૂર આનંદઘનપદ ધા૨ણ ક૨શે તથા સર્વત્ર આનંદ- મંગળના જીત નગારા વાગશે.
આ પદમાં કવિએ સમતાની વ્યથાનું હૃદયસ્પર્શી આલેખન કર્યું છે. સમતાએ સજ્જનતાનો સ્વાંગ સજ્યો છે ત્યારે માયામમતામાં દુર્જનતાની સીમા નથી. ચૈતન્યદેવ ! ૫૨ પરિણતિમાં મસ્ત છે. સમતા, અનુભવને વિનંતીના સૂરમાં કહે છે કે આ પદમાં સ્વ-૫૨ પરિણતિનું ભેદજ્ઞાન કરાવે છે. અનુભવને
સંદેશવાહક બનાવી સમતા, ચેતનને સ્વઘર તરફ વાળવા સતત પુરુષાર્થ કરે છે. ત્યાગ, વૈરાગ, સંયમ અને અધ્યાત્મને માર્ગે જનારાઓ આરંભદશાના બાળજીવો માટે વિભાવદશાનું જો વ૨વું ચિત્ર દોર્યું હોય તો તેનાથી દૂર રહેવાની વાત તેમાં મનમાં ઠસી જાય છે.
頭曲