________________
અનુભવ રસ
પદ-૧૫
“મેરે ઘરથાન માનુ ભયો મોર" અનુભવજ્ઞાની, વિજ્ઞાની અને ધ્યાની એવા શ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં આત્માની જ્ઞાનદશાની વાતો કરી છે, જેમ જન્માંધ માનવને કોઈ કર્મયોગે દષ્ટિદાન મળે તો તે આનંદવિભોર બની જાય છે. તેવી રીતે આત્માની મોહાંધતારૂપ અજ્ઞાન દશા દૂર થતાં, જ્ઞાનદશા પ્રગટ થાય છે. જે પરમાં પોતાપણું માનતો હતો ત્યાં સ્વ-પરનો વિવેક જન્મે છે અને તેથી આત્મઆંગણમાં ચૈતન્યદેવ સ્વપરિણતિ સાથે આનંદમગ્ન બની નાચવા લાગે છે. શ્રી આનંદઘનજી કહે છે, સારંગ રાગ –
मेरे घट ग्यान भानु भयो भोर...। મેરે વેતન વવવ વવવી, મા વિર૬ો સોર...મેરાશા
ઘટનો સામાન્ય અર્થ થાય છે ઘડો, તત્ત્વજ્ઞાનની ભાષામાં “ઘટ” શબ્દનો પ્રયોગ અનેક રીતે કરવામાં આવે છે પરંતુ અહીં “ઘટ' એક પાત્રરૂપ છે. પાત્રમાં વસ્તુ રહી શકે છે. તેમ અહીં જ્ઞાનરૂપ સૂર્યનો ઉદય થયો, પણ ક્યાં થયો? કવિ કહે છે કે જ્ઞાનરૂપ સૂર્યનો ઉદય ઘટમાં થયો. અહીં “ઘટ’ શબ્દનો સામાન્ય વ્યાવહારિક ભાષામાં અર્થ થાય છે- “હૃદય'.
ભગવાનનાં કેવળજ્ઞાનનો મહિમા ગાતાં જ્ઞાનીઓ તથા સંતજનો કહે છે કે, હે પ્રભુ! આપ તો “મન-મનની વાત જાણી દેખી રહ્યા છો. ઘટ ઘટની વાત જાણી દેખી રહ્યા છો” મન એટલે મનોવર્ગણાની એક પ્રકારની વિચારણાયુક્ત શક્તિ. આ શક્તિ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને હોય છે. પ્રભુ સંજ્ઞી જીવોના મનની વાત જાણે છે પણ અસંશી જીવો જેવા કે એકેન્દ્રિયની લઈને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોના ભાવોને જાણવા તે ઘટ છે. આ સ્થાને “ઘટ' નો અર્થ અંતઃકરણ થાય છે. અંતઃકરણ એટલે આત્મપરિણામ. કબીર પણ કહે છે,
તેરે ઘટમેં સિરજનહાર, ખોજ મન કાયાનગરી,
પત્થરમેં પાવક બસૈ, યો ઘટમેં કરતાર ૨ ૧ આવશ્યક સૂત્ર (ખામણા) સ્થા. જૈન મહાસંઘ પૃ. ૯૮ ૨ કબીરનાં ભજનો સંકલનઃ મણિલાલ તુ. મહેતા પૃ. ૩૪