________________
૯૫
અનુભવ રસ પ્રભુદર્શનનાં પિપાસુ હે ભક્તરાજ! જે પ્રભુને તું તારા તનમાં મનમાં શોધી રહ્યો છે તે પ્રભુ આ કાયાનગરીમાં નથી પણ આ સંસારનો સર્જનહાર તો તારા ઘટમાં જ બિરાજમાન છે. જેમ પત્થરમાં અગ્નિ છે. તેમ તારા ઘટ વિષે કિરતાર વસી રહ્યો છે. અહીં કબીરે પણ “ઘટ' શબ્દનો પ્રયોગ કર્યો છે તેથી ઘટ એટલે અંતઃકરણ સ્વરૂપ આત્મદેવ એવો અર્થ થાય છે.
આજ સુધી સમતાએ અનુભવ દ્વારા ચેતનને સમજાવવા ઘણો ઘણો પુરુષાર્થ કર્યો. હવે તેને થોડી સમજણ આવી છે. મોહનાં પડળો થોડાં દૂર થયા છે અને જ્ઞાનભાનુનો ઉદય થયો છે. જેના પ્રભાવે ચેતનને સત્યતત્ત્વનું ભાન થવા લાગ્યું છે.
કવિએ અહીં સર્વસામાન્ય દ્રષ્ટાંત આપી ચેતન તથા ચેતનાનો સંબંધ ચક્રવાક અને ચક્રવાકી જેવો બતાવ્યો છે. શુદ્ધચેતન અને શુદ્ધચેતના વસ્તુસ્વરૂપે એક જ છે. તેઓ વચ્ચે ગુણ-ગુણી જેવો સંબંધ છે પણ અનાદિકાળથી કર્યાવરણને કારણે શુદ્ધસ્વરૂપ વિસરાઈ ગયું હતું પણ જ્ઞાનભાનુના પ્રકાશને કારણે સ્વરૂપાનુંસંધાન થાય છે. કર્મ પ્રચુરતારૂપ નદી હવે વચમાંથી ખસી જાય છે.
આ પદમાં ચેતનાની અંતરવેદના ચક્રવાક તથા ચક્રવાકીના દ્રષ્ટાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાત્રી થતાં જેમ ચક્રવાક અને ચક્રવાકી જુદાં પડી જાય છે તથા નદીના સામ-સામે કિનારે બંને હોય છે છતાં રાત્રીના અંધકારને કારણે તેઓ એકને જોઈ શકતા નથી તેથી વિરહવ્યથાથી વ્યાકુળ ચક્રવાક તથા ચક્રવાકી કોલાહલ મચાવે છે. તેવી રીતે ચેતન તથા ચેતનાનો વિયોગ અનાદિ કાળથી પડયો છે. ચેતના, ચેતનને મળવા ઝંખી રહી છે. પરંતુ મિથ્યાત્વરૂપ અજ્ઞાનનો ગાઢ અંધકાર છવાઈ ગયો હોવાથી ચેતન સ્વામીનાં દર્શન થઈ શકતાં નથી. હવે ચેતન, સ્વયં ચેતનાને મળવા ઉત્સુક છે કારણ કે મિથ્યાત્વનું જોર હવે જરા મોળું પડ્યું છે. ચેતનનો સ્વ તરફનો પુરુષાર્થ ઉપડયો છે. મોહનીય કર્મનો ક્ષય થતાં ચેતન સર્વથા શુદ્ધદશાને પામે છે અને શુદ્ધચેતના પ્રગટ થાય છે. શુદ્ધદશામાં વર્તતા ચેતનનું મુખ ઉઘડી જાય છે તથા બોલવા લાગે છે કે મારા હૃદયમાં જ્ઞાનભાનુનો ઉદય થતાં પ્રભાત થયું છે. માનવસહજ પ્રકૃતિ છે કે દુઃખના સમયે તે આક્રંદ કરે છે અને સુખના સમયે કિલ્લોલ