________________
અનુભવ રસ
કવિ શ્રી આ પદની ત્રીજી કડીમાં કહે છે. कुलटा कुटील कुबुद्धि संग खेलके, अपनी पत्त क्युं हारो? आनंदघन समता घर आवे, जीत नगारो बाजे..।।अनुभव॥३॥
કુલટા એટલે હલકી જાતની તથા હલકા કામ કરનારી એવી તૃષ્ણાને લક્ષમાં રાખીને કવિએ સમતા દ્વારા અનુભવને કહેરાવ્યું છે. હે! અનુભવ મિત્ર! એ તૃષ્ણાની ગતિ વક્ર છે. હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર, યુદ્ધ, વિશ્વાસઘાત વગેરે હલકાં કામ કરવામાં જ તેની બુદ્ધિ કાર્યરત રહે છે. આવી હલકી સ્ત્રીને સંગે ચડી, ચેતન પોતાની પ્રતિષ્ઠા શા માટે ગુમાવે છે? કુસંગતિ પતનનું કારણ છે અને દુઃખને નોતરે છે તો એવા રસ્તે શા માટે જવું?
હે અનુભવ! મારો નાથ જો મારા મંદિરે આવે તથા મારી (સમતા) સાથે રમે તો ત્રણેય લોકમાં જીત નગારાં વાગે. આજે ભિખારી જેવો દેખાતો એ ત્રિલોકીનાથ બની જાય તથા પરમાત્મપદધારીનો જય જયકાર બોલવા લાગે. જો ચેતન, સમતાને ઘરે આવે તો તૃષ્ણા એક પળ પણ રહી શકે નહીં પછી તેની હાલત ઘણી ખરાબ થાય.
શ્રી બુદ્ધિસાગરજી મહારાજ કહે છે – એક કીડીએ દરિયો પીધો, તો પણ તરસી થાય, બાર મેઘના પાણી પીધાં, નદીમાં ડૂબી જાય, ભલા જગ સાંભળો, સંતો રે, નાવ પર દરિયો ચાલ્યો જાય. બુડિયા બાવા, યતિ, સંન્યાસી, ખાખી જોગી ફકીર, જલમય દુનિયા દેખી જયારે, રહી નહીં કોઈની ધીર. ભલા જગ સાંભળો, સંતો રે, નાવ પર દરિયો ચાલ્યો જાય.
આ તૃષ્ણારૂપ કીડી એવી તો શક્તિશાળી છે કે તે બધા સમુદ્રનું પાણી પી જાય, તેમ જ બારેય મેઘ પાણી પી જાય, તો પણ તેનું પેટ તો ભરાતું નથી પણ તરસીને તરસી જ રહે છે. પણ જો એ સમતારૂપ નદીમાં આવી જાય ને તેમાં ડૂબી જાય તો પછી ભલે ને બહાર ભૌતિક સંસારનો સાગર ઘૂઘવતો રહે તો પણ નાવને ઊની આંચ આવતી નથી.
જગતના સર્વ જીવો તૃષ્ણાના તાણમાં તણાતાં રહે છે. સંસારી જીવો તો શું પણ ઘર સંસાર છોડનારા એવા કહેવાતા બાવા, સાધુ, ૧. આનંદઘન પદ ભાવાર્થ ભાવે ૧. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ પૂ. ૬૧