________________
અનુભવ ૨સ
૨૩૨
ચેતના કહે છે કે પ્રેમની આ રીતથી હું આત્મસ્વામી સાથે બંધાયેલી છું. સ્વામી બે પ્રકારના છે. (૧) દ્રવ્યસ્વામી (૨) ભાવ સ્વામી. જે દેહધારી છે તે દ્રવ્યસ્વામી અને આત્મરૂપ ભાવી તે ભાવ સ્વામી ગણાય છે. આત્મસ્વામીનો સંબંધ સહજ નિત્ય સુખ સમર્પે છે માટે મેં તો આત્મસ્વામી સાથે જે સંબંધ જોડયો છે તે કોઈ કાળે પણ છૂટવાનો નથી. હું સમજુ છું કે તેમણે આજ સુધી ઘણી ભૂલો કરી છે અને તેથી જ તેણે પોતાનું આત્મધન લૂંટાવી દીધું છે. તેણે ઘડીએ ઘડીએ રાગદ્વેષ, પ્રમાદ, વિકથા, કષાય વગેરે ભાવો કર્યાં છે પણ હવે તેને પોતાની ભૂલો સમજાણી છે. હવે તો તેણે ચ૨માવર્તમાં પ્રવેશ કર્યો છે. જેને કારણે હવે તેને સ્વ૫૨નો ભાસ થવા લાગ્યો છે. હવે તેણે પ્રબળ પુરુષાર્થ પ્રારંભવો પડશે. ત્યારે જ તેની નિશ્ચયથી શુદ્ધિ થશે. જેમ કુસ્તીબાજ કુસ્તી ક૨વા કમરે કચ્છ બાંધે છે કારણકે કુસ્તી કરતાં તેનાં કપડાં અવ્યવસ્થિત થઈ ન જાય. તેમ મોક્ષગામી થવા માટે પણ એવી જ તૈયારી કરવી પડશે. હે ચેતન ! સર્વવિરતિનો વેશ પહેરી, યોગ્ય રીતે ભજવી બતાવ એમાં જ તારી શોભા છે. જેમ નટનાગરની સાથે વાજા વગાડવાવાળા, તબલચી, શરણાઈવાળા વગેરે અનેક હોય છે પણ મુખ્ય નાચનાર તો એક જ હોય છે તે રીતે મુખ્ય કાર્ય એક જ હોય અને લક્ષ્ય તે તરફ મંડાયેલ રાખવાનું હોય છે. સાધ્ય તો એક મોક્ષ છે. અન્યકાર્ય સ્વર્ગાદિરૂપ છે. ચેતન લક્ષ્યને પકડી કાર્ય કરશે તો પાર પામશે નહીં તો આવા વેશ તેણે અનેકો વાર ધાર્યા છતાં કાંઈ ફળ મળ્યું નહીં. ચેતન યોગ્ય સાધન ગ્રહણ કરી, સાધ્યપ્રતિ પ્રયાણ કરે. કવિ કહે છે.
જ
ग्यानसिंधू मथित पाई, प्रेमपीयूष कंटोरी हो,
मोदत आनंदघन प्रभु शशिघर देखत दृष्टि चकोरी - मनसा ।। ५ ।।
મુમુક્ષઓ શ્રુતજ્ઞાનરૂપ સતશાસ્ત્રનું મંથન કરે છે ત્યારે તેમાંથી જે સત્ત્વ ને તત્ત્વ મળે છે તે જ શાસ્ત્રનો સાર છે. પછી તેને સમજાય છે કે જડ અને ચેતન બંને જુદાં છે. હું શાયક સ્વભાવી આત્મા છું. હું રૂપી કે અરૂપી ગમે તે હોઉ પણ જ્ઞાનગુણ જે મારા છે તે જડમાં નથી. જોવા જાણવાની શક્તિ જડમાં નથી માટે હું મારા સ્વભાવમાં રહું એ જ યોગ્ય છે. જ્યારે આત્મા આવી જાગૃતઅવસ્થામાં આવી જાય છે ત્યારે શુદ્ધ