________________
T
અનુભવ રસ ******************
****
*
******
પ્રકાશકનું નિવેદન અખિલ ભારતીય શ્વેતાંબર સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ એ સ્થાનકવાસી જૈનોની ખૂબ જ જૂની અને મહત્ત્વની માતૃસંસ્થા છે. છેલ્લા ૯૧ વર્ષથી સંસ્થા, મુખપત્ર “જૈન પ્રકાશ પાક્ષિકનું પ્રકાશન કરી રહી છે. આ મુખપત્ર દ્વારા ભારત અને વિદેશમાં દસ હજારથી વધુ જૈન પરિવારોને શાસનના સમાચાર અને સત્ત્વશીલ, અધ્યાત્મ સાહિત્ય પીરસી રહેલ છે. આ ઉપરાંત સંસ્થા જીવદયા અને માનવ રાહતની બે યોજના અંતર્ગત ગૌશાળા અને પાંજરાપોળને આર્થિક સહાય કરી રહેલ છે. જરૂરિયાતમંદ જૈન પરિવારોને “માનવ રાહત યોજના હેઠળ સહાય કરવામાં આવે છે.
આ ૧૦-૧૧ જાન્યુઆરી ૨૦૦૪ના કોન્ફરન્સ દ્વારા, પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ સેન્ટર અને ઉવસગ્ગહર સાધના ટ્રસ્ટ, મુંબઈના સહયોગથી, જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કલ્પતરુ અધ્યાત્મ કેન્દ્ર મીયાગામ કરજણ મુકામે કરવામાં આવેલ જેમાં ૫૧ વિદ્વાનો ઉપસ્થિત રહ્યાં હતાં અને ૩૬ વિદ્વાનોએ પોતાના નિબંધ રજૂ કર્યા હતાં.
છેલ્લાં થોડા વર્ષોથી સ્થાનકવાસી જૈન સાધ્વીજીઓ B.A., M.A., M.Phil., Ph.D. નો અભ્યાસ કરી રહેલ છે અને આ વિદુષી સાધ્વીજીઓ જૈન સાહિત્ય સંશોધનના કાર્યમાં ખૂબ સારો એવો રસ લઈ રહેલ છે.
ગોંડલ સંપ્રદાયના અધ્યાત્મ યોગિની પૂ. લલિતાબાઈ મ. સ. ના સુશિષ્યા પૂ. જસુબાઈ મહાસતીજીએ, “આનંદઘનજી: એક અધ્યયન એ વિષય પર સંશોધન કરી Ph. D. ની પદવી મેળવી.
અધ્યાત્મરસના રસિયા આનંદઘનજીના પદો અને ચોવીશી જૈન જગતમાં પ્રસિદ્ધ છે. અધ્યાત્મમાં રસ ધરાવનાર જૈન-જૈનતરોમાં આનંદઘનજીની લોકભોગ્ય રચનાઓ ખૂબ જ પ્રિય છે.
વર્ષોના સ્વાધ્યાય, પરિશીલન અને ચિંતનના પરિપાકરૂપે પૂજય જસુભાઈ સ્વામીએ તૈયાર કરેલ આ મહાનિબંધમાં સંગ્રહિત થયેલ ચિંતનસભર વિચારોનો અનેક સાધકો અને જિજ્ઞાસુઓને લાભ મળે તે