________________
SO
અનુભવ રસ વિષય હોવાથી તેનો અવબોધ ક્રમથી થાય છે. છતાં સ્થૂલતામાં રાચતા જીવને એવું લાગતું નથી કારણ કે આ બધી સ્થિતિ બહુ અલ્પસમયની હોવાથી સ્થૂલદષ્ટિવાળાની નજરમાં આવે નહિ. તેમ આત્માનુભવ પણ ક્રમથી છેવટે ધારણા સુધી પહોંચી જાય છે. આત્માનુભવની પ્રતીતિ માટે ચેતનની કેવી દશા છે. તે ઘનશ્રીરાગમાં કવિ આ પદની પહેલી કડીમાં કહે છે,
अनुभव नाथकु कन्युं न जगावे। ममता संग सो पाय अजागल , थनते दूध कहावे - अनुभव।।१।।
ચેતનારૂપી સ્ત્રી અનુભવમિત્રને ઉદ્દેશીને કહે છે કે હે અનુભવ! તું તારા મિત્ર આતમસ્વામીને જાગૃત કેમ કરતો નથી? તે મમતાના સંગે રહી, આનંદની ઈચ્છા રાખે છે પણ એ તો બકરીને ગળે રહેલ આંચળમાંથી દૂધ દોહવા જેવી નિરર્થક વાત છે.
સમતા અથવા આત્માની શુદ્ધચેતના અનુભવમિત્રને કહે છે કે, અનુભવ! તું ચેતનનો જીગરજાન દોસ્ત છે. તે દરેક સમયે તેની સાથે જ હોય છે. તેથી તને કહું છું કે તું મારા એ ચેતનરામને હવે જગાડ. તે તો મોહનિદ્રામાં પોઢયા છે અને તેથી જ તે પોતાનું સ્વરૂપ સાવ ભૂલી ગયા છે. મમતાના સંગે રહી તેના પ્રેમપાશમાં ફસાઈ ગયા છે. વિષયકષાયમાં મસ્ત બની, ભોગાસક્ત બની ગયા છે. મમતાનો પરિવાર એ જ તેનો પરિવાર છે. એવું તે માને છે. ઈન્દ્રિયભોગથી સુખ મેળવવાની ઇચ્છા એ તો બકરીનાં ગળાનાં આંચળ દોહવા બરાબર છે માટે તું જ તેને સમજાવ. મને તો ડર છે કે હું તેને કાંઈ કહેવા જાઉં તો તે મારી સામે અંગુલિસ વ્યવહાર કરશે તો?
માટે જ આનંદઘનજી મ. બીજી કડીમાં કહે છે, मेरे कहेंते खीज न कीजे, तु ऐसे ही शिखावे। बहोत कहेते लागत ऐसी, अंगुलि सरप दिखावे।।अनुभव।।२।।
અનુભવમિત્રને ચેતના કહે છે કે હે અનુભવ! તું ચેતનનો ઘણો નિકટનો મિત્ર છો. તેની બધી ચાલચલગત તું જાણે છે. ચેતન ! મમતાના સંગે જરા પણ સુખી નથી, તેથી તને હું ભલામણ કરું છું કે તું મારા ચેતનસ્વામીને સમજાવી, તું મિત્ર તરીકેની તારી ફરજ બજાવ.