________________
૬૧
અનુભવ રસ ચેતનને કારણે ચેતના વ્યાકુળ છે, તેથી ક્યારેક ઠપકાના સૂરમાં તે અનુભવને કહે છે કે “તારી પાસે હૃદય જેવી કોઇ ચીજ છે કે નહીં? તને મારે વારંવાર શું કહેવું? મને તો ડર છે કે વારંવાર કહેવાથી તને મારા ઉપર ગુસ્સો આવી જશે અને પછી “અંગુલિ–સર્પના” ન્યાયે મને ખેદ થશે તો, કારણ કે એકની એક વાત વારંવાર કહેવાથી તે અપ્રિય લાગે છે.
શ્રી આનંદઘનજી ત્રીજી કડીમાં કહે છે, औरनके संग राचे चेतन, चेतन आप बतावे। आनंदघन की सुमति आनंदा, सिद्ध सरूप कहावे।। अनुभव।।३॥
હે અનુભવ! કદાચ તું એમ કહેશે કે ચેતન બીજાને સંગે ચડી ગયો છે. તેની ખાતરી શું? તો તે મારે કહેવાની જરૂર નથી. ચેતન પોતે જ પોતાની ખાતરી આપે છે. કારણ કે સ્વભાવમાંથી પરભાવમાં જતાં આત્માને કર્મ લાગે છે. તેથી ચેતનને સંસાર પરિભ્રમણ કરવું પડે છે. ચેતનની આ દુર્દશા જ કહી આપે છે. મારે કાંઈ કહેવાની જરૂર નથી. તેના આવા બેહાલ કેમ થયા છે? “જેવો સંગ તેવો રંગ” બગલાના ટોળામાં હંસ બેસે તો બગલા જેટલી જ કિંમત થાય. ચેતનની પણ અત્યારે એવી દશા છે પણ જો ચેતન મમતાનો સંગ મૂકી, જો સુમતિની સંગતિ કરે તો પોતાના શુદ્ધ સ્વરૂપને જાણી શકે, કારણ કે સુમતિ આનંદસ્વભાવી છે.
આ પદમાં સામાન્યજ્ઞાન તથા અનુભવજ્ઞાન ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. વિશ્રામકારક વિચારને જ્ઞાન કહેવામાં આવે છે. અમુક વિચારો પર સ્થિરતા થાય તે જ્ઞાન અને આનંદકારકજ્ઞાનને અનુભવ કહેવામાં આવે છે. જ્ઞાન આપે ફળની પ્રાપ્તિ તે અનુભવ.
કવિશ્રી આનંદઘનજીએ આ પદમાં અનુભવની સૂક્ષ્મતા બતાવી છે. લોક વ્યવહારનાં દ્રષ્ટાંતો આપી સાધકને આંતરચોટ મારી રહ્યાં છે. તેઓશ્રીએ બકરીના આંચળ અને અંગુલિસર્પન્યાયનું દ્રષ્ટાંત સરસ રીતે વણી લીધું છે અને ચેતનની ઇન્દ્રિયાતીત અવસ્થાનું ઉત્તમ નિરૂપણ કર્યું છે.
ML
હતા