________________
અનુભવ ૨સ
26
ઊઠ જાગ બાઉરે,’ ‘આશા ઓરન કી કયા કીજે ?,' ‘રામ કહો રહેમાન કહો,' ‘યા પુદ્ગલ કા કયા વિસવાસા,’ ‘સાધો, સમતા સંગ રમીજે,' ‘અવધૂ કયા માગું ગુનહીના,’ ‘અવધૂ નામ હમારા રાખે,’ ‘અબ ચલો સંગ હમારે કાયાં વગેરે એમનાં પદો ઠેરઠેર સતત ગુંજતા રહ્યા છે. એમની ચોવીસીમાંનાં ‘ઋષભ જિનેશ્વર પ્રીતમ માહુરો રે,' ‘પંથડો નિહાળું રે બીજા જિન તણો રે,' ‘અભિનંદન જિન રિશન તરસીએ,' ‘ધાર તલવારની સોહલી, દોહલી,’ ‘કુંથુજિત, મનડું કિમ ઢિ ન બાઝે' વગેરે સ્તવનો મંદિરોમાં ગવાતાં રહ્યાં છે.
અવધૂત [ અવસારી રીતે, નિશ્ચિતપણે, ધૃતધોઈ નાખ્યાં છે, ફુલાવી નાખ્યાં છે, ખંખેરી નાખ્યાં છે, (વર્ણાશ્રમનાં અને વ્યવહાર જગતનાં બંધનો ) જેમણે ] એવા શ્રી આનંદઘનજીએ ચોવીસીનાં સ્તવનો અને એકસોથી અધિક પદો લખ્યાં છે. પરંતુ એમણે જે કૃતિઓની રચના કરી છે તે એવી સઘન, માર્મિક અને અનુભવની એરણે બરાબ૨ કસાયેલી છે કે આટલી ઓછી રચનાઓથી પણ તેમણે ભારતીય સાહિત્ય પરંપરામાં અનોખું સ્થળ પ્રાપ્ત કરી લીધું છે.
આનંદઘનજીએ ગદ્યસાહિત્યની રચના કરી હોય એમ લાગતું નથી, કા૨ણકે એમની એવી કોઈ કૃતિ પ્રાપ્ત થતી નથી. એમણે જે પધસાહિત્યની રચના કરી છે તેમાં મુખ્ય બે વિભાગ છે. (૧ ) સ્તવનો અને (૨) પદો. એમની ચોવીસીનાં છેલ્લા બે સ્તવનોના કર્તૃત્વ વિશે મતાન્તર છે. એમનાં પદો ૧૦૮ જેટલાં મનાય છે, જેમાંનાં કેટલાંકનું કર્તુત્વ સંદિગ્ધ છે.
વિવિધ રાગરાગિણીમાં લખાયેલાં આત્મજ્ઞાનની મસ્તીથી સભર, આનંદઘનજીની ચોવીસીનાં સ્તવનો પ્રેરક અને માર્ગદર્શક છે. એમાં વિષય વસ્તુનો ક્રમિક વિકાસ જોઈ શકાય છે. એમણે જૈન દર્શનના કેટલાક સિદ્ધાંતોને થોડા શબ્દોમાં માર્મિક રીતે વણી લીધા છે. એમાં પ્રયોજાયેલા પારિભાષિક શબ્દો અને ઉક્તિલાઘવને કારણે એમનાં કેટલાંક સ્તવનો અર્થની દૃષ્ટિએ કઠિન અથવા દુર્બોધ બન્યાં છે. શાસ્ત્રના જાણકાર કોઈ સમજાવે તો અર્થ વધુ સ્પષ્ટ થાય. આથી જ એમની હયાતીમાં અને ત્યા૨૫છી ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ, શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ અને શ્રી જ્ઞાનસારજીએ આનંદઘનજીનાં સ્તવનો ઉપર ટબા લખ્યા છે. શ્રી