________________
»
અનુભવ રસ જ્ઞાનસારજીએ તો એમનાં સ્તવનો ઉપર ચાલીસ વર્ષ સુધી મનન કર્યું અને પછી જીવનના અંતે ટબો લખ્યો હતો.
શ્રી આનંદઘનજીએ જે કૃતિઓની રચના કરી છે તે એટલી ગહનગંભીર છે કે એનું રહસ્ય, એનો પરમાર્થ પામવાનું સામાન્ય માણસ માટે સરળ નથી. એટલે જ શ્રી જ્ઞાનસારજીએ કહ્યું છે. - બાળક બાંહ્ય પસારીને, કરે ઉદધિ વિસ્તાર,
આશય આનંદઘનતણો, અતિ ગંભીર ઉદાર.
નાનું બાળક બે હાથ પહોળા કરીને દરિયો આટલો બધો મોટો હોય' એમ કહે એથી સમુદ્રનું માપ ન નીકળે, તેમ પોતાનાં કાવ્યોમાં શ્રી આનંદઘનજીને જે અભિપ્રેત છે તે એટલું ગંભીર અને ઉદાર, મોટું છે કે તેનો તાગ પામવાનું પૃથજન માટે ઘણું કઠિન છે.
શ્રી આનંદઘનજીએ જે પદો લખ્યાં છે તેમાં ગુરુકૃપા, સાધુસંગતિ, આત્મજ્ઞાન, સુધારસનો અનુભવ, સમતાની આરાધના, મમતાનો ત્યાગ ઇત્યાદિ ઉપર બહુ ભાર મૂક્યો છે. એમાં એમની વિશાળ, ઉદાર, ઉચ્ચ તત્ત્વદૃષ્ટિ જોવા મળે છે. એમણે ગાયું છે.
રામ કહો, રહેમાન કહો, કોઈ કહાન કહો, મહાદેવ રી; પારસનાથ કહો કોઉ બ્રહ્મા,
સકલ બ્રહ્મ સ્વયમેવ રી. પરમતત્ત્વને કોઈ રામ કહે, કોઈ રહેમાન કહે, કોઈ કૃષ્ણ (વિષ્ણુ) કહે, કોઈ મહાદેવ કહે, કોઈ પાર્શ્વનાથ કહે કે કોઈ બ્રહ્મા કહે, પરંતુ પોતાનામાં રહેલું ચેતન તત્ત્વ એ પોતે જ પરમતત્ત્વ છે, પરમાત્મા છે.
પ. પૂ. શ્રી જશુબાઈ મહાસતીજીએ મુંબઈ અને દેવલાલીમાં ચાતુર્માસ રહીને ડે. કલાબહેન શાહના માર્ગદર્શન હેઠળ જે શોધનિબંધ તૈયાર કર્યો એમાં એના આરંભથી અંત સુધીના લેખનકાર્યનો હું સાક્ષી રહ્યો છું અને આ શોધનિબંધના પરીક્ષક તરીકેનું કર્તવ્ય પણ મારે બજાવવાનું આવ્યું હતું. પ. પૂ. શ્રી જશુબાઈ મહાસતીજીએ અત્યંત પરિશ્રમપૂર્વક આ શોધનિબંધ તૈયાર કર્યો છે. એમાં પ. પૂ. શ્રી શ્રેયાબાઈનો સહકાર ઘણો સારો મળ્યો હતો.