________________
અનુભવ રસ
૧૮૪ विषयैः कि परित्यत्केंर्जागर्ति ममता यदि।
त्यागात्कञ्घुक मात्रस्य, भुजङ्ग न हि निर्विषः १
હૃદયમાં જો મમતા જાગતી રહે તો પછી વિષયોના બાહ્ય ત્યાગ માત્રથી શું? સર્પ કાંચળી ત્યાગી દે તેથી તે ઝેર વિનાનો બની જતો નથી. તેવી રીતે બાહ્ય કાંચળી છોડવા છતાં સાધકને પોતાની સાધનાનું મમત્વ હોય, ધ્યાનીને પોતાના ધ્યાનનું મમત્વ હોય, તપસ્વીને પોતાની તપસ્યાની મમતા રહે તો એ ક્રિયાઓ પણ કર્મબંધનું કારણ બની જાય છે. જે મુનિઓ ઘણું ત્યાગવા છતાં કાંઈ ત્યાગતા નથી તેની દશાનું વર્ણન કરતાં શ્રી યશોવિજયજી મહારાજ કહે છે:
कष्टेन हि गुणग्रामं, प्रगुणी कुरुते मुनि:
ममता राक्षसी सर्व, भक्षयत्येकहेलया २ ત્યાગ અને વૈરાગ્યથી મુનિ દુઃખો સહન કરી લે છે અને આત્મગુણોની પ્રાપ્તિ પણ કરી લે છે પણ મમતા રાક્ષસણી ક્ષણમાત્રમાં સર્વગુણોનો નાશ કરી નાખે છે. કષ્ટો સહન કરી લેવા માત્રથી સાધક જઈ જવાતું નથી. જેમ કસાઇને શરણે ગયેલો બકરો ગળા પર છરો ફરે છે તે સહન કરે છે તેથી શું તે સાધક છે? ના. કારણ કે તેને ન છૂટકે સહન કરવું પડે છે. તેણે હજુ જીવવાનું મમત્વ છોડ્યું નથી. રાક્ષસી જેમ બધાનું ભક્ષણ કરે છે તેમ મમતારાક્ષસી આત્મગુણોનું ભક્ષણ કરે છે. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે,
• व्याप्नोति महती भूमिं वटबीजा द्यया वटः।
तथैक ममता बीजा, त्प्रपग्धस्थापि कल्पना।।१।।
વડના નાના બીજમાંથી વડલો વૃદ્ધિ પામે છે. બીજ નાનું હોવા છતાં તેમાંથી વડલો ઘણો જ વિશાળ બને છે તેમ મમતાનું બીજ પણ ધીમે ધીમે વૃદ્ધિ પામતું જાય છે. છેવટે સર્વલોકમાં પ્રસાર પામે છે. નાના બાળકથી માંડી વૃદ્ધો સુધીના મનુષ્યોમાં મમતા સર્વત્ર વ્યાપ્ત છે. મમતા, માનવ-માનવ કચ્ચે કલેશ, ઝગડા તથા યુદ્ધ કરાવે છે. માટે સાધક! . આત્મસમૃદ્ધિ મેળવવા પ્રયત્નશીલ બને છે. આ સમૃદ્ધિ બે પ્રકારની છે. દ્રવ્યસમૃદ્ધિ અને ભાવસમૃદ્ધિ, પણ મમતાનો આશરો લેતા બેમાંથી એક પણ પ્રકારની સમૃદ્ધિ મળી શકતી નથી. મમતા પાપપ્રવૃત્તિ કરાવી આત્માને