________________
૩૮
અનુભવ રસ
न सो परिग्गहोवृत्तो, नायपुतेण ताइळा।
मुच्छा परिग्गहो वृत्तो, इइवृत्तं महेसिणा।। મહર્ષિ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર કહે છે કે મૂચ્છ એ જ આત્યંતર પરિગ્રહ છે. શ્રી ઉમાસ્વાતિજી કહે છે કે “મૂછ પરિપ્રદે:' પદાર્થ પ્રત્યેનું મમત્વ તે છે પરિગ્રહ, પરિ ગ્રહ=ચારે બાજુથી સંગ્રહ કરવો તે પરિગ્રહ. પરિગ્રહ ત્યાગથી સંકલ્પ-વિકલ્પની ધમાલ અટકે છે. શ્રી હેમચંદ્રાચાર્યજી કહે છે,
परिग्रह ममत्वादिध, मज्जत्येव भवाम्बुधौ।
महापोत इव प्राणी, व्यबेत स्मात्परिग्रहम्।। જેમ ઘણા ભારથી ભરેલું વહાણ સમુદ્રમાં ડૂબી જાય છે તેમ પરિગ્રહના મમત્વથી, પ્રાણીઓ સંસાર સમુદ્રમાં ડૂબી જાય છે. મમત્વ ત્યાગથી પદાર્થ પરિગ્રહરૂપ બનતા નથી તેથી જ સંતો સર્વસ્વ ત્યાગ કરી વૈમાનિક દેવોના-જેવા સુખ ભોગવે છે. આત્મવૈભવમાં વિલસતા અનંત અનંત આત્મિકઆનંદ અનુભવે છે.
શ્રી બુદ્ધિસાગરજી મહારાજ લખે છે કે નિઃસ્પૃહી મહાત્માઓ આત્મામાં રમણતા કરી અનંત સુખ ભોગવે છે.
સાધક માટે યમરૂપ આ પાંચ મહાવ્રતો છે. જેને મહાવ્રતની સાથે સરખાવવામાં આવે છે. જેમ ગાંડો હાથી મહાવતથી અંકુશમાં આવે છે તેમ મનની વૃત્તિઓને અંકુશમાં લાવવા મહાવતો છે.
શ્રી હેમચંદ્રાચાર્યજી કહે છે, "जाति देशकाल समयानवच्छिनाः सार्व भौमा महाव्रतम्"
યમને મહાવ્રત કહેવામાં આવે છે. તેને જાતિ, દેશ કે કાળનું બંધન નથી તેથી તે સર્વઅવસ્થામાં સેવ્ય છે. માટે સાધકે સર્વપ્રથમ મનની વૃત્તિઓને સંયમમાં લાવવી, પછી નિયમબદ્ધ થવા સાધનામાં પ્રગતિ સધાય છે.
(૨) નિયમ-યોગનું પ્રથમ પગથિયું યમ. તેમાં સ્થિર થતાં યોગીની પ્રગતિ અર્થે નિયમ છે. પાંચ યમને પુષ્ટ કરનારા અનેક નિયમો છે. યોગદર્શનમાં પાંચ નિયમોનો નિર્દેશ છે. જેમકે,
शौच संतोष तपः स्वाध्यायेश्वर प्रणिधानानि नियमाः