________________
૧૦૩
અનુભવ રસ કરતાં ચોથી કડીમાં કહે છે,
कौन सुने किनकुं कहुं, किम मांडु में खोला...। તેરે મુરલ વીન્ડે ટ, મેરે મનવા વોના...! નિશવિના કા.
ચેતના, ચેતનની સાથે મનોમન વાતો કરે છે અને કહે છે કે હે પ્રભુ! આપનામાં હું કેવી તલ્લીન થઈ ગઈ છું કે હું કોને કહેવા જાઉં? મારી આવી વાતો સાંભળનાર પણ કોણ છે? સમકક્ષની વાતો બધા સાંભળે અને જાણે પણ મને તો આ જગતમાં તારાથી કોઈ ઉત્તમ દેખાતું જ નથી. તેથી મારી વાત કોણ માને? કારણકે ધર્માસ્તિકાય વગેરે જડ છે તેને તો ચેતનનો કોઈ અનુભવ જ નથી. મારો ને તારો અભેદ સંબંધ છે. ચેતનથી ભિન્ન પુદગલ દ્રવ્ય તો સ્વયં જાતે જ જડ છે. તેથી તેમાં સુખ ગુણ નથી. ત્યારે ચેતના કહે છે કે મારું જીવન સહજ સુખરૂપ છે. કારણ કે ચેતન સ્વામી સાથે મારો તાદાભ્ય સંબંધ છે. મારી અને એની એક જ જાતિ છે અને એક જ સ્વભાવ છે પરંતુ પુદ્ગલને કારણે ભેદતા દેખાય છે માટે જ કહું છું કે હે પ્રભુ! મને એક વખત તો આપના મુખદર્શન કરાવો. હે નાથ ! તમારી પાસે હું ખોળો કેમ પાથરું? ખોળો પાથરવો એટલે દીનતા વ્યક્ત કરવી. હું ગરીબ કે ભિખારી પતિની પત્ની નથી કે જેથી મારે ખોળો પાથરવો પડે અને ભીખ માંગવી પડે. મારો સ્વામી તો શાહુકાર છે. શાહુકાર પતિની પત્નીને શી ચિંતા હોય? શુદ્ધચેતના કહી રહી છે કે હે પ્રભુ! જ્યારે હું આપનું મોઢું જોઉં છું ત્યારે મારા મનની ડામાડોળ સ્થિતિ ચાલી જાય છે અર્થાત્ હું તમારામાં સ્થિર થઈ જાઉં છું. મારો તમારો એક વખત મેળાપ થયા પછી કદી પણ વિરહ પડતો નથી. માત્ર મિલનથી જ મનની અસ્થિરતા દૂર થઈ જાય તો હંમેશના સંયોગથી કેવી સ્થિતિ સર્જાય? માટે જ કહું છું કે હે નાથ ! હવે આપ મારા મંદિરે પધારો, વિવેક શું કહે છે તે કવિ આ પદની પાંચમી કડીમાં કહે છે,
मित्त विवेक बातें कहें, सुमता सुनि बोला...। आनंदघन प्रभु आवशे, सेजडी रंग रोला...।। निशदिन।।५।।
ચેતનાવતી, સમતારૂપ સાહેલી ચેતનને સમજાવવા અત્યાર સુધી પ્રાર્થના કરી રહી છે, તેની પ્રાર્થના સાંભળીને વિવેકરૂપી મિત્ર સમતાને પ્રાર્થના કરતા કહે છે કે હે સમતા ! હવે તું જરા પણ ચિંતા ના કરીશ. તું