________________
અનુભવ રસ
૧૦૨ - શ્રી બુદ્ધિસાગરજી મહારાજે આ પદમાં “પંથ' ને બદલે “પથ' શબ્દનો પ્રયોગ કર્યો છે. “પથ” એટલે કે પગ એટલે ભક્ત ભગવાનની ચરણસેવા ઈચ્છે છે. શિષ્ય ગુરુના ચરણ સ્પર્શ કરે છે. જ્યોતિષીઓ પગ જોઈને ભવિષ્ય કથન કરે છે. ડોકટરો હાથ પગના નખ જોઈને દર્દનું નિદાન કરે છે. આ રીતે વિચારતા પગનું મહત્ત્વ સવિશેષ છે. જેના પગ સુંદર તેનું ભવિષ્ય ઉત્તમ હોય તેમ અનુભવી કહે છે.
અહીં ચેતના કહે છે કે હે પ્રભુ! હું આપનાં ચરણોની દાસી છું. આપનાં ચરણોની સેવા ઈચ્છી રહી છું. મારાં લોચન આપના ચરણકમળનાં દર્શન કરવા અડોલઆસન ઢાળીને બેસી ગયા છે. સાધ્ય વસ્તુમાં જ જેમ ઉપયોગ સ્થિર થાય છે તેમ મારી નજર તારા ઉપર જ ઠરી છે અને હૃદયમાં “તું હી, તું હી” ના જાપ ચાલ્યા કરે છે. વ્રત, નિયમ વડે મને મારા નાથ મળશે તેમ માનીને હું મારી આંખનું મટકું પણ મારતી નથી. મારાં લોચન આપના માર્ગ પર સ્થિર થઈ ગયા છે. જેમ યોગીનું સાધ્ય સમાધિમાં અને મુનિનું મન ધ્યાનમાં સ્થિર થાય છે તેમ હે લાલ! મારી દૃષ્ટિ પણ તમારા પર જ સ્થિર છે. જ્યાં દેખું ત્યાં તુંહી તૂહી જ થયા કરે છે.
શ્રી હેમચંદ્રાચાર્યજી યોગશાસ્ત્રમાં કહે છે,
ધ્યાનમાં ચિત્તની અદ્ભુત સ્થિરતા પ્રાપ્ત થાય છે. આગળ જતાં ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકાગ્રતા થઈ જાય છે. સમાધિ ધારણ કરવી તે યોગીનું ચરમ સાધ્ય છે. તેમ હે નાથ ! આપના માર્ગરૂપ ધ્યેયને હું અનિમેષ દૃષ્ટિથી જોયા કરું છું. જેમ યોગી, સમાધિમાં સ્વરૂપ શૂન્ય થઈ જાય છે તેમ હે નાથ! મારી દશા છે. મુનિ ધ્યાનમાં સ્થિર રહે છે તેમ છે દેવ! હું એકાગ્રતા કરીને તમારી માર્ગપ્રતિક્ષા કરું છું. સારાંશ કે હું એકાગ્ર દૃષ્ટિએ તમારા આવવાના માર્ગને જોયા કરું છું જેમ યોગી તથા મુનિ છે તેમ હું પણ છું.
સાધકના મનની સ્થિરતા એટલી હદ સુધી થઈ જાય છે કે છેવટે મનોયોગનો પણ નિરોધ થઈ જાય છે. શુક્લધ્યાનના ચોથા પાયામાં મનોયોગનો વિરોધ કરી જીવ સિદ્ધદશાને પામે છે. જે જીવની ચરમ અને પરમ ધ્યેયપ્રાતિ છે. ચેતના પણ એવો જ અનુભવ કરી રહી છે તેનું સ્પષ્ટદર્શન આ પદમાં થાય છે. કવિશ્રી ચેતનાની મનોવ્યથાનું વર્ણન