________________
૨૨૮
અનુભવ રસ બીજે ક્યાંય ચિત્ત લાગતું નથી. એ રીતે ચેતનાને, ચેતન મળી ગયા પછી બીજુ કાંઈ તેને જોઈતું નથી. ચેતનને પણ સ્વરૂપદર્શન થયા પછી હવે જડ પૌદ્ગલિક પદાર્થોમાં તેનું મન ચોટતું નથી. આજ સુધી પુદ્ગલનું જ દાસત્વ સ્વીકાર્યું હતું અને તેને કારણે દુઃખી થતો હતો. પણ હવે સમજાયું કે સર્વ દ્રવ્ય, સ્વતંત્ર છે. મારા સુખનું અસ્તિત્વ જડ દ્રવ્યોમાં નથી.
આ પ્રકારનું ચિંતન કરતાં શુદ્ધ ચેતના, સુમતિને કહે છે કે હે સખી! હવે મેં મારું મન ચેતનજીમાં જોડી દીધું છે. ચેતનનો ઉપયોગ તો કોઇવાર આત્મિકદ્રવ્ય પર તો કોઈવાર પૌદ્ગલિકદ્રવ્યો પર ચાલે છે. ચેતન જ્યારે યોગમાં ચિત્ત પરોવે છે ત્યારે તેનું મન સ્વવિષયક આત્મદ્રવ્યમાં જોડાય છે. શુદ્ધદશામાં શુદ્ધ ચેતનાનો ચેતન સાથે અભેદ છે અને પૌલિક દ્રવ્યનો સંયોગ સંબંધ છે.
ચેતનાને પદાર્થ સાથેનો આદિ-અંતવાળો સંબંધ સમજાવે છે. શુદ્ધચેતના કહે છે કે હવે મને એક ચેતન સિવાય બીજે ક્યાંય પ્રીતિ નથી. મારા સ્વામી તો અનંત જ્ઞાનાદિક પારમાર્થિક સુખનિધાન છે. હવે હું આત્મદેવને છોડી ક્યાંય પણ જવા ચાહતી નથી.
કવિએ આ પદમાં ચેતનને નટનાગર કહ્યો છે. નટનાગર એટલે ખેલ કરનાર નહીં પણ સૂત્રધાર એવો અહીં અર્થ છે. ચેતન હવે ખેલ કરતો નથી પણ ખેલ ગોઠવવાનું કાર્ય કરે છે. સૂત્રધારનું કામ ઘણું મુશ્કેલ છે પણ સૂત્રધાર વગર ખેલ સારો થાય નહીં, તેથી ખેલ કરનારાઓ કરતાં સૂત્રધાર વધુ કમાણી કરે છે. તેમ શુભાશુભ કર્મની કમાણી ચેતનને ભોગવવાની રહે છે. જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગની વિશુદ્ધિમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લયની બાજી સિદ્ધ પરમાત્મા પણ એક અપેક્ષા ભેદથી ખેલી રહ્યા છે. ખરેખર નટનાગર તો કેવળજ્ઞાનીઓ છે. સર્વ દ્રવ્યોમાંથી ઉપયોગ ખેંચી લીધા પછી દુનિયાની તેને કાંઈ પડી નથી. પછી તેની ખુમારી કોઈ જુદી જ હોય છે. તે કેવી છે એ વાત કવિ પ્રસ્તુત પદની બીજી કડીમાં કહે છે,
लोक लाज नहि काज, फुल मरजाया छोरी; નવા વરાહ હસો વિરાનો, અપનો હત ન વહોરી.. મનસા ૨ાા .
શુદ્ધ ચેતના કહે છે કે મેં તો હવે લોક – લાજ પણ છોડી દીધી છે. કારણકે લોકલાજથી આત્મ સ્વામીનો પૂર્ણ પ્રેમ મળતો નથી. મારી આંતરિક