________________
18
અનુભવ રસ
ભાવના હૃદયે ધરી છે.
જશુમતીજીનો આ પ્રથમ પ્રયાસ હોવા છતાં ઘણો સુંદર છે. એનાથી ફકત તેના નામને જ નહીં પરંતુ સંઘ, સમાજ, શાસન અને સંપ્રદાયને ચાર ચાંદ લાગી રહ્યા છે. જે જોઈ-જાણીને હું મારી જાતને કેટલી ભાગ્યશાળી માનું ? હું ગૌરવ અનુભવું છું કે મારી એક શિષ્યા સાધ્વી તરુલતાજી એ Ph.D. કર્યું. ત્રણ મહાન સાધકો, શ્રીમદ્ રાજચંદ્ર, અવધૂત યોગી આનંદઘનજી તથા કવિવર બનારસીદાસજી અને સંત કબીરના સાહિત્ય દ્વારા જૈન અને હિન્દુની ભક્તિ પરંપરા તેમજ અધ્યાત્મનો સમન્વય કર્યો છે અને બીજા છે સાધ્વી જશુમતીજી કે જેની આ કૃતિ છે.
આવાં સાધ્વી રત્નો પાસે સંઘ અને સમાજ પણ નવી – નવી કૃતિઓની અપેક્ષા રાખે. તે પૂર્ણ કરવાની પ્રભુ સાધ્વી જશુમતીને શક્તિ આપે છે તે લોકોપયોગી તથા ઉપકારી બને.
જિજ્ઞાસુઓની જિજ્ઞાસા જ કૃતિના કર્તાઓનો ઉત્સાહ વધા૨વામાં નિમિત્ત બને છે. હું ઈચ્છું છું કે આ પુસ્તકના પ્રભાવે જિજ્ઞાસુઓની જિજ્ઞાસા ટકી રહે, વધતી રહે અને ફળતી રહે.
આ પુસ્તક વાચકો માટે વાંચ્યા ને વિચાર્યા પછી કલ્યાણનું નિમિત્ત બનશે પણ આના લેખિકાને તો તે જ પળે કલ્યાણકારી બની ગયું. હજુ પણ તેના ભાવો વર્ધમાન બને અને નવું-નવું સર્જન કરવાની ભાવના થાય. તેનું જ્ઞાન, સમજ અને ચિંતન સ્વ-પર કલ્યાણનું કારણ બને એ જ
ભાવના સહ
સાધ્વી લલિતાનાં આશીર્વાદ.