________________
અનુભવ રસ
૨૫૨ રાજગૃહી સુધીનું ભોયરું કરાવ્યું અને ભોયરામાંથી શ્રેણિક સાથે ભાગી ગઈ પણ પરોક્ષ પ્રેમ પ્રગટે તો પણ વિરહની અત્યંત પીડાની અનુભૂતિ થાય છે.
, પ્રેમીને પોતાના પ્રેમનું પોષણ ન થતાં તેનાથી દુઃખને કારણે કઠોર શબ્દપ્રયોગ સહજમાં થઈ જાય છે. ટબાકાર આનો અર્થ બીજી રીતે કરે છે. તેઓ કહે છે કે કુબુદ્ધિરૂપી સ્ત્રી માયા, ચેતન જ્યારે તૃષ્ણા પાસે હોય ત્યારે માયા ઝૂરે છે અને ચેતન જ્યારે મમતા પાસે હોય ત્યારે તૃષ્ણા ઝુરે છે. આ સ્ત્રીઓની આવી દશા જોઈ ચેતના તેના પર હસતી હતી પણ હવે તેને સ્વયંને અનુભવ થાય છે, તેથી કહે છે કે પતિ વિરહે મારું શરીર સાવ સુકાઈ ગયું છે. કારણકે આ દશામાં ખાવું, પીવું, આરામ તો હરામ થઈ ગયા છે. ઊંઘ તો જાણે રીસાઈ ગઈ છે. આ માનસિક દશાની અસર શરીર પણ થાય છે. હું તો પ્રેમ કરીને પસ્તાણી છું પણ આ બોલવામાં ચેતનાનો ભારોભાર પ્રેમ ટપકે છે, હવે કવિશ્રી ત્રીજી કડીમાં કહે છે,
प्रीतम प्रानपति बिना, पिया कैसे जीवे होय ? પ્રાન પવન વિરદા શા મુર્યને પીવે દોયા. રૂા.
સ્ત્રીઓનો આધાર હંમેશાં પુરુષ ગણાય છે. તે નાની હોય ત્યારે માબાપનો આધાર, કદાચ બાપ મૃત્યુ પામે તો નાના મોટાભાઈનો આધાર, સાસરે જાય તો પતિનો આધાર અને પતિ મૃત્યુ પામે તો દીકરાનો આધાર. આ રીતે નારીના જીવનમાં નરનું સ્થાન મુખ્ય છે. પરણિત સ્ત્રી માટે પતિ સર્વસ્વ છે. તે જ તેના પ્રાણનો આધાર છે. જેમ પ્રાણ વિના શરીર હાડપિંજર છે તેમ ચેતના કહે છે કે હે ચેતન ! તારી સાથે પ્રેમ કર્યા પછી હવે મને આખું જગત શૂન્ય ભાસે છે. એની સાથે સરખાવો કૃષ્ણ ભક્ત મીરાંની પંકિતઓઃ “ચરણ બિના કછુ વૈ નહિ ભાવૈ, જગ માયા સબ સપનન કી... મોહી.” કોઈ સ્થાને ચિત્ત ચોટતું નથી. આ જગતની માયા, સ્વપ્ન જેવી લાગે છે અને આપ મારી સામું પણ જોતા નથી. હે નાથ! આપ મંદિરે પધારો તો મારે મન આખું જગત મારે ત્યાં વસી ગયું લાગે છે. સ્વર્ગના તો શું અપવર્ગના શાશ્વત સુખ પણ આપના સંયોગે જ પ્રાપ્ત થશે. ચેતના પોતાની જાગૃતિ ગુમાવી દે છે. એટલે કે શુદ્ધચેતના પ્રગટ થતી નથી. અશુદ્ધોપયોગી આત્માનું જીવન નિરર્થક થઈ જાય છે.