________________
સાધનાની પહેલી શરત હુંપણાનો અને મારાપણાનો ત્યાગ છે. અહં ત્વ અને | મમત્વના મોહને મારીને જ આ માર્ગે આગળ વધી શકાય છે.) સાધક આનંદઘન તો પોતાના | પ્રીતમ ઋષભ જિનેશ્વર સાથે | પ્રીત લગાડીને બેઠા છે. આ પ્રીત એવી છે કે જે એકવાર જાગે તો જન્માંતરેય જતી નથી. એ આદિ અનંત છે, જેનો આરંભ છે, પણ છેડો નથી. જે એકવાર બંધાય તો મૃત્યુ કે કાળનાં બંધનો પણ એને છેદી શકતાં નથી. પ્રભુ પ્રત્યેની આવી પ્રીતમાં લગની લગાડીને બેઠેલો સાધક પોતાની જાતનું તો પરમાત્મામાં ક્યારનોય વિલોપન કરીને બેઠો હોય છે.
- પદ્મશ્રી કુમારપાળ દેસાઈ |