________________
અનુભવ રસ
જ ઈશ્વરદર્શન થશે પરંતુ સદ્ગુરુના સાથથી સત્પુરુષાર્થથીને બધું સુલભ છે માટે જ કહ્યું છે કેઃ નશ નાવ ન પીડેડ્; વાહી નાવન વક્રૂર્ફ” જ્યાં સુધી શ૨ી૨ જીર્ણશીર્ણ થયું નથી તથા વ્યાધિઓથી ઘેરાયો નથી ત્યાં સુધીમાં તું શરીરરૂપી નૌકામાં બેસી શાશ્વત સ્થાને પહોંચી જા. પણ શરીરૂપી નૌકાને પકડી રાખી સૂતો રહીશ તો ભવસમુદ્ર તરી શકીશ નહીં.
શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયજીએ શ્રીપાળ રાજાના રાસમાં કહ્યું
છે કેઃ
“જાન લઈ બહુ યુક્તિ શું, જિમ કોઈ ૫૨ણવા જાય રે, લગનવેળા ગઈ ઊંઘમાં, પછે ઘણું પસ્તાય રે.”
જાન લઈને પરણવા જનાર વ૨૨ાજા જો લગ્ન સમયે જ સૂઈ જાય તો પછી પસ્તાવાથી શો ફાયદો? રાંડયા પછીનું ડહાપણ શું કામનું? સમય ચાલ્યા ગયા પછી પસ્તાવા સિવાય શેષ કાંઈ રહેતું નથી માટે ‘ઘમ્મપદ' માં કહેવામાં આવ્યું છે,
अप्पमादो अमतपदं, पमादो भुच्युनो पदं । अप्पमत्ता म मयन्ति ये पमत्ता यथा मत्ता
"
જાગૃતિ અમરતાનો પંથ છે તો પ્રમાદ મૃત્યુનો પંથ છે જેઓ જાગૃત છે તે મરતા નથી પરંતુ જેઓ પ્રમાદી છે તેઓ જીવતા છતાં મરેલા છે.
હે ચેતન ! તું જાગ, તું તારા સ્વરૂપનો જ્ઞાતા બન અને ચેતન આત્મામાં પ્રવૃત્ત થા. કારણકે તું સ્વયં આનંદનો સમૂહ છો. તારે જ તારા સ્વરૂપને તારામાંથી પ્રગટ કરવાનું છે. માટે જ શુદ્ધ, નિરંજન ચૈતન્યમય મૂર્તિનું ધ્યાન ધરી લે.
કે ચેતન ! તું તારા સ્વરૂપને ઓળખી લે, તારી જ્ઞાનાદિ શક્તિઓનું ધ્યાન કરી લે, પ્રગટ કરી લે.
આ પદમાં શ્રી આનંદઘનજી મહારાજે જીવનની ક્ષણભંગુરતા દર્શાવી, આત્મજાગૃતિનો બોધ કર્યો છે. સ્વયં જાગૃત હોય તે બીજાને જગાડી શકે, ઊંઘતો બીજાને કેમ જગાડે ? દીપકથી દીપક પ્રગટે તેમ જેણે મોહનિદ્રા ઉડાડી છે તથા આત્માને ઢંઢોળીને જગાડયો છે તેવા ઉપકારી સંતો કરુણાબુદ્ધિથી સ્વાનુભવયુક્ત જ્ઞાનવાણીની લ્હાણી કરે છે. આનંદઘનજીએ આ પદના પ્રથમ ચરણમાં જ લાક્ષણિક પ્રશ્ન કરીને સચિંત કરી દીધા છે.