________________
અનુભવ ૨સ
૨૭૬ ગણે છે. તેને ત્યાગ કરતાં, ધ્યાન કરતાં, કે મનોનિરોધ કરતાં જોઈ લોકો હસે છે. વ્યવહારમાં ક્યાંય રસ ન લે તો દુનિયા તેને મૂર્ખ, મૂઢગણી મશ્કરી કરે છે. પણ હું તે બધું સાંભળી લઇશ. બસ તમે આવો એટલું જ હું માગું છું. હવે જો ઢીલ કરશો તો અવસર ચાલ્યો જશે. કારણકે અત્યારે માયા-મમતા તમારાથી દૂર છે અને તમે ઘરના આંગણાંમાં ઊભા છો. દેવ, ગુરુ, ધર્મનો યોગ છે. બધી અનુકૂળતા છે છતાં પણ જો આપ નહીં મળો તો હે આનંદઘન ! હે મારા પ્રભુ! હું આ સંસારરૂપ ગંગામાં તણાઈ જઇશ. પછી લાંબે ગાળે પણ મારો તમારો યોગ થવો મુશ્કેલ છે. માટે હે આનંદઘન પ્રભુ! આવેલ અવસરને વધાવી લો અને આપના ઉરમાં સમાવી દો.
આ કડીમાં ચેતના ગંગામાં તણાવવાની વાત કરે છે. એમાં અર્થપત્તિ રહેલી છે કારણકે ચેતન પણ ચેતના સાથે તણાશે, કારણ ચેતન ચેતનાનો અભેદ સંબંધ છે, માટે જ કહે છે કે આવેલ અવસર ગુમાવવા જેવો નથી.
ઉપરોક્ત કથન જડસંગી આત્મારામ પ્રત્યે સુમતિએ કહેલું છે. સુમતિ ચેતનને કહે છે કે અત્યારે તમારી પાસે માયામમતા નથી માટે તક ઝડપી લો નહીં તો હું શુદ્ધચેતનના ઉજ્જવળ તરંગોમાં મળી જઈશ ને બારમે ગુણસ્થાનકે ચાલી જઈશ. આ પ્રકારે આ પદમાં કવિએ સુમિતિ કુમતિની હદ મર્યાદા બતાવી છે. કુમતિની હદ ત્રીજા ગુણસ્થાનકના અંત સુધી, ચોથા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધી સુમતિની હૃદ પછી શુદ્ધ ચેતના તથા શુદ્ધચેતનની જોડી જામે છે તે સાદિ અનંતકાળ સુધી ટકી રહે છે. સુમતિ મળ્યા પછી થોડો જ કાળમાં શ્રેણી શરૂ થઈ જાય છે.
આ પદ પ્રમાણે શુદ્ધચેતના પ્રજ્ઞાશિલા અને સતી છે. ચેતના પોતાનું સતીત્વ પ્રગટ કરવા અને ચેતનને ખાતરી કરાવવા બોલી રહી છે. ચેતના કહે છે કે ગંગામાં હું તણાઈ જઈશ. ચેતનને ચેતના મીઠો ઠપકો આપે છે પણ જો ચેતન ચેતનાને મળે તો સુમતિની ભેદરેખા ભૂંસાઈ જાય અને ઉજ્જવળ શુદ્ધ પરિણતિમાં સુમતિ સમાઈ જાય. પણ કુમતિનાં રંગ તો સુમતિનો નાશ થઈ જાય ને ચેતનને સંસારસાગરમાં ડૂબવાનો વારો આવે છે. “ગંગ તરંગ બહુરી” નો અર્થ થાય છે કે ગંગાનું જળ શુદ્ધિ અને