________________
૨૨ ]
[શ્રી સિદ્ધ પદ
જ્યાં સુધી પાયા ન નંખાય ત્યાં સુધી મકાન ન બનાવી શકાય. કદાચ ગમે તેમ કેઈએ ઉભું કર્યું હોય તે પણ જરાક સંકટ આવતાં જરાક વરસાદ કે વાવાઝોડું થતાં કયારે પd જાય તે ન કહેવાય. માટે આત્માની શ્રદ્ધાથી હિત ધર્મક્રિયા કયારે પાપક્રિયામાં પલટાઈ જાય તે કહેવાય નહીં. - બુહસ્પતિના દષ્ટાંતદ્વારા આપણે જોઈ ગયા છીએ કે આત્માનું જ્ઞાન ન હોવાથી તેની બહેનની આત્મ ની શ્રદ્ધા પણ ચાલી ગઈ અને તેના ભાઈ સાથે પણ તેણે લગ્ન કર્યા માટે અહીં આપણે વિષય મજબૂત જ બન્યા કહેવાશે. જે જીવનમાં જરૂરી હોય આગળ વધારનારૂં હોય. તે બધું જ વ્યાખ્યાનમાં આવશ્યક કહેવાય ત્યારે આતે મુખ્ય વિષય છે માટે આને વિચાર કરતાં દિવસે નીકળી જાય તે પણ કંટાળતા નહીં તત્ત્વની વાત સાંભળતા કંટાળો આવે તે મોક્ષની આરાધના કંગાલ થવા માંડે માટે તે તત્ત્વાર્થના કર્તા પૂઉમાસ્વાતિ મહારાજે શ્રધ્ધા થવામાં સમ્યગદર્શનનીપ્રાપ્તિ થવામાં પણ જ્ઞાનાવરણીય કમરને ક્ષયપક્ષમ જરૂરી માન્ય છે. આમ હવે આપણે “આત્માની સિધ્ધિ કરીશું "
દેખાય તે માનવું કે હોય તે માનવું?
અહીં વિચારે કે જે આત્મા બીજી બધી વસ્તુની જેમ દેખાતે હેત તે તમારે કોઈને ય પુછવું ન પડત કે આત્મા છે કે નહીં ? એમ આત્માને દેખાડી શક્તા નથી એટલે જ તમે પણ માનવામાં આનાકાની કરે છે ને?
પણ પહેલાં એ નકકી કરે કે જેટલું દેખાય તેટલું જ માનવું કે, ન દેખાઈ તે પણ મનાય?