________________
વિવેચન ] "
[ ૨૧
આ ત્મ સિદ્ધિ
આત્માને શરીરથી જુદે ન માનનારો એક માત્ર નાસ્તિક જ છે. જ્યારે બાકીના બધાય દર્શનકારે આત્માને શરીરથી જદે તે પ્રાય: માને જ છે માટે બધાય આસ્તિક દર્શનકાર આત્માને સિદ્ધ કરવા માટે અનેકાનેક દલીલ આપે છે અને પિતે પોતાના જ્ઞાન પ્રમાણે આત્માના અસ્તિત્વને સિદ્ધ કરે છે. અહીં આપણે વિસ્તારથી પ્રત્યેક દશનકારને દલીલેને વિચાર તો નહીં કરી શકીએ પણ આપણે મુખ્ય વિષય “નમો સિદ્ધાણું !' સ્પષ્ટ થાય. આત્મા છે જ એવે પાકો વિશ્વાસ થઈ જાય. પછી કયારેય શ્રદ્ધાથી નખસાય. આત્મા દુર્ગતિઓમાં ન ફસાય તે માટે અહીં માત્ર મુખ્ય દલીલેને ખ્ય લ કરીશું.
જ્યાં સુધી આત્મા છે તે નિશ્ચય ન થાય ત્યાં સુધી ન તે મોક્ષની ઈચછા પેદા થાય, ન ધર્મ કરવાની વાસ્તવિક જરૂર સમજાય કે ન પાપ કરતાં ડર પેદા થાય. માટે કેઈપણ ધર્મનું અનુષ્ઠાન આત્માની શ્રદ્ધા ન હોય તે નિરર્થક જ કહેવાય માટે “ધર્મ' ની પણ સિદ્ધિ કરતાં પહેલાં “આત્મા ની સિદ્ધિ કરવી જોઈએ. એક વખત આત્મા છે એ બરાબર સમજાઈ જાય તે કર્મ, પરલેક, મોક્ષ વિગેરેની પણ સમજ બરાબર આવી જાય.