________________
સાધના વગર સિદ્ધિ મળતી નથી. આત્મત્વને પીછાણે અને ધર્મને ઓળખે. ધર્મને સત્ય રૂપે સમજનારા છેડા છે. તમારે શાશ્વત સુખ જોઈતું હોય તે સંસારની લપ મુકે અને ધર્મમાં જોડાઈ જાવ. પ્રમાદને ટાળે. કષાય તથા વિષયમાંથી મુક્ત થઈને આત્મા માટે કંઈક કરવાની જરૂર છે. તમે પૈસા-વૈભવ પરિવાર માટે કેટલું કરે છે? 1 દ્રષ્ટાંત આપી સમજાવે છે :- ભીમસેન નામના એક ભાઈ છે, અને તેમની પાસે લાખ રૂપિયા જેવી મોટી રકમ છે. પૈસાને કયાં મુકવા અને કયાં રાખવા એની રાત દિવસ ફીકર થયા કરે છે. તે દાન પણ કરી શકતું નથી. પરોપકારના કામ પણ કરી શકતો નથી. લેભી એટલે છે કે પૂરું ખાઈ પણ શકતું નથી. આટલે પૈસે હોવા છતાં લેભ તથા કંજુસાઈને પાર નથી! થોડા દિવસમાં તે મરણ પથારીએ પડે છે ગળામાંથી કફ પડે છે. ઉધરસ થાય છે. ત્યારે તેને દીકરે પૂછે છે : બાપુજી! તમારી તબિયત સારી નથી. તે વૈદને બેલાવી લાવું? ત્યારે ના પાડે છે. વૈદ કેઈ દિવસ મફત આવતો નથી. વૈદ આવે તે પિસા આપવા પડે ? એવા પૈસા કયાં વધારાના છે! બાપુજી એ જવાબ આપે છે. ફરીને પાછે દીકરો પૂછે છે, તમે ત્યાં મારી સાથે આવે. હું ઘોડાગાડી કરીને તમને લઈ જઈશ. તે કહે છે ઘોડાગાડીના પણ પૈસા લાગશે. એ તે એમ ને એમ મટી જશે. અંતે તેની તબિયત એકદમ બગડે છે એટલે ઘીને દી કરે છે. તો તેને કહે છે શા માટે ઘીને દીવે કર્યો ! મેં પુરૂં ખાવામાં પણ ઘી વાપર્યું નથી. તે ઘીનો દીવો કરીને ઘી શા માટે બગાડે છે ! જુઓ, કેવા લેભી-કંજુસ માણસે થાય છે અને છેવટે મરવા ટાણે દીકરાને શીખામણ આપને જાય છે, હું તારા માટે રૂપિયા લાખ મુકતે જાઉં છું. એ વાપરત નહીં પણ તેમાં એક લાખને વધારે કરજે. આમ છોકરાને પણ કેવી કેળવણી આપે છે. છેક પણ લાખમાં લાખ રૂપિયા ઉમેરીને ચાલે ગયે. એવી સાત પેઢી થઈને સાત લાખ રૂપિયા ભેગા થયા. આઠમી પેઢીએ ધનદેવ થયે, એ પણ એજ લેભી છે. તેના સુમતી નામની કન્યા સાથે લગ્ન થયા છે. સુમતી સાસરે આવે છે. સુમતી સંસ્કારી અને વિનયવાળી છે. ધર્મને જાણનારી છે. ધનદેવ, રેટ તથા મરચુ ખાય છે. અને ખેતરમાં કામ કરે છે.
સુમતી એક દિવસ પૂછે છે–સ્વામીઆપણી પાસે સાત લાખ રૂપિયા છે. તે તે શા કામના છે? તે ધનદેવ જવાબ આપે છે. પૈસા છે તે વાપરવા માટે નથી. મારા દાદાના દાદા આ પૈસા મૂકી ગયા છે, અને એમાં વધારો કરવાનું છે. સુમતી કહે, તમે વેિપાર કરે તે પાંચ પંદર લાખ રૂપિયા કમાશે. ધનદેવ જવાબ આપે છે, વેપારમાં બેટ જાય તે પૈસા ચાલ્યા જાય, એ કરતાં હું જે કરું છું તે ઠીક છે.
એક વખત મુનિરાજ વહેરવા માટે ઘેર આવે છે. અને સુમતી મુનિરાજને વેટલે વહેવરાવે છે. પેલે બેઠે બેઠે અંદરથી બળે છે અને ખીજાય છે. મુનિ મહારાજ વહારીને