________________
પાહી
વીરલ પુરૂષ હોય છે. ત્યાગી પુરૂષે રાતદિવસ પ્રમાદ ટાળી આત્મ સાધનામાં લીન બને છે. અને ભવ્ય માનવેને જાગવાને ઉપદેશ આપે છે. પ્રમાદ પરિહરી હવે જાગૃત થાઓ. કુંભકરણની ઊંઘ છ મહિને ઉડતી. પણ આ આત્મા તે અનાદિકાળથી અજ્ઞાન નિદ્રામાં પોઢ છે. માનવને કિંમતીમાં કિંમતી અવતાર મળે. પણ રત્ન કાગડાની કોટે બાંધવા જેવું થયું છે. વીતરાગ વાણીના પેગ સુધી આવી પહોંચ્યા પણ શ્રદ્ધા નથી. જ્યાં વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી ત્યાં મિથ્યા દર્શન શક્ય છે. દુનિયામાં દુશ્મને ઘણાને માનતા હશે. એટમ બોમ્બ, આશુબમ્બ નાખી ગામના ગામે સાફ કરી નાખનારને દુશ્મનની નજરે જોતાં હશે. પણ મિથ્યાત્વ જે મોટામાં મોટે બીજો કોઈ દુશ્મન નથી. મિથ્યા દર્શને આત્માની નિજ સત્તાને દાબી દીધી છે. જેમ દારૂડિયે ગટરમાં આળોટે, તેના પર કૂતરા મૂતરી જાય, કોઈ ધૂળ નાખે છતાં તેને કંઈ સાનભાન નથી. તેમ મિથ્યાત્વને દારૂ જેણે પીધે છે તેને નિજ સ્વરૂપનું ભાન નથી. સ્વરૂપની ઓળખાણ નથી, નિજ વૈભવને વિચાર નથી. મારે શું કરવાનું છે તેનું ચિત્ર તેની સામે નથી.
દુનિયામાં ઝેર ઘણું છે. પિઈઝનનાં ઈંજેકશન આવે છે. અફીણમાં તથા માંકડ, ઉંદર વિ. ને મારવાની દવામાં પણ ઝેર આવે છે. પણ મિથ્યાદશન જેવું તીવ્ર અને ખતરનાક ઝેર એકેય નથી. જગતમાં રેગ અપરંપાર છે. દવાખાનામાં મુલાકાત લે તે ખબર પડે. જલંદરભગંદર, કેન્સર, ક્ષય, શ્વાસ આદિ અનેક રોગથી જગતવાસી જી પીડાય છે. પણ મિથ્યાદશન જે રેગ એકેય નથી. એટલે જ શ્રીમદે કહ્યું છે કે “આત્મ બ્રાન્તિ સમ રેગ નહી.” જીવને ન માન, અતત્વમાં તત્વની શ્રદ્ધા લાવવી. જ્યાં સુધી આનંદ નથી, ત્યાં સુખની, આનંદની કલ્પના કરવી અને તેમાં જ લપેટાએલા રહેવું, આ છે મિથ્યાદર્શન શલ્ય. સ્ત્રીમાં, પુત્રમાં પરિવારમાં, મોટર આદિ સાધનોમાં માનવ સુખ માને છે. પણ મોટર વિ.માં બેસી સહેલ કરવા નીકળેલાં કેટલાય કુટુમ્બો એકસીડન્ટને ભેગ બને છે. અને જીવનને જોખમમાં મૂકી દે છે. પૈસામાં સુખ માન્યું પણ તે પૈસા ચેર લુંટી જાય, કઈ છીનવી લે ત્યારે દુઃખ થાય છે. સાધને કે પરિવાર તમારું શું રક્ષણ કરનાર છે? કાંઈ જ નહિ, છતાં મોહાંધ જીવ, પર પ્રત્યેની આસક્તિ છેડી શક્તો નથી, પૈસાની પ્રાપ્તિમાં અને તેના સંરક્ષણમાં અંદગી ખતમ કરી નાંખે છે. અહીં બેસી સદ્દગુરૂઓ ગમે તેટલું સમજાવે, તેમ છતાં તમે તે છો ત્યાંના ત્યાં જ છે. એક ઈંચ પણ આગળ વધવાની વાત નથી. તમારા ઘરમાં કબુતર બેઠું હોય અને જરા અવાજ થતાં ત્યાંથી ઉડી જશે પણ જે કંસારના ઘરમાં બેસવાને ટેવાયેલું હશે તે કબુતર તેના અવાજથી એટલું ટેવાઈ ગયું હશે કે તે અવાજ થતાં ઉઠશે નહિ. અમારા શ્રોતાઓ કંસારાના કબુતર જેવા તો નથી ને ? વૈરાગ્યની વાત સાંભળી સંસાર છોડવાની રૂચી ઉપડે છે? ધર્મને જીવનમાં અપનાવવાનું મન થાય છે, કે છો ત્યાં ને ત્યાં જ રહેવું છે? જ્યાં સુધી મિથ્યાત્વનો રોગ ટળે નહિં, ત્યાં સુધી આ વાત રૂચશે પણ નહીં.
૭૩