________________
રવા લાગ્યા. દરિદ્ર દૂર થયું. દીકરે માટે થયે છે. લગ્ન માટે સારૂં ઘર જઈ સારી કન્યા ગોતી આવ્યા. વેવિશાળ થયું, લગ્નને દિવસ આ પણ કાંઈ તૈયારી દેખાતી નથી. ઘણા સગાં-સ્નેહીજનેને જમવા માટે નોતર્યા છે. બધા આવે છે, પણ કયાંય ધુમાડાનું નામ નથી, કયાંય તૈયારી નથી દેખાતી. એમ બધાને થાય છે કે શેઠ શું જમાડશે? ત્યાં ટાઈમ થતાં સુંદર આસને, થાળી, વાટકા ગેઠવાઈ ગયા. બધા જમવા બેઠા. જાતજાતની વાનગીઓ આવવા લાગી. બધા ખાઈને ખુશ થઈ ગયા. માણસે પૂછે છે, ત્યારે શેઠ કહે છે, સંતની કૃપાથી આ કામકુંભ મળે છે. શેઠે બધાનાં મોભા પ્રમાણે પહેરામણી કરી એટલે બધા કહે છે કે આ બધું તે કર્યું પણ અમને દારૂ પીવાની ઈચ્છા થઈ છે તે ઉંચામાં ઉંચે ચંદ્રહાસ દારૂ પીવડા. શેઠ કહે છે ભલે! મા દારૂ અને દારૂની શીશીએ શીશીઓ મળવા લાગી. બધાએ ખૂબ દારૂ પીધે. સાથે શેઠે પણ ખૂબ પીધે અને મર્યાદા ઓળંગી ગયા. દારૂના નશામાં ગાંડા થઈ નાચવા લાગ્યા. શેઠ તે ખૂમ નાચે છે. વચ્ચે કામકુંભ પડે છે. લીધે હાથમાં અને ખૂબ નાચે છે, એમાં હાથમાંથી કામકુંભ છટક અને કુટી ગયે. કામકુંભના ચૂરેચૂરા થઈ ગયા. એ ભેગી બધી જ લીલા સમાપ્ત થઈ ગઈ. ન ઉતર્યો. જોયું તે ઘડાની આ પરિસ્થિતિ અને હતા તેવા ને તેવા થઈ ગયા. સુખ સાહયબી કેવી હસ્તગત થઈ પણ દારૂનાં ગાંડપણમાં ગુમાવી દીધી. શેઠ કહે છે ઝટ ગુરૂ પાસે જાઉં ને બીજે કામકુંભ લઈ આવું. શેઠ ગુરૂ પાસે જાય છે. પણ ગુરૂદેવ કાળધર્મ પામી ગયા છે. આ જોતાં શેઠને પસ્તાવાને પાર રહે? તમને પણ મનુષ્યભવ અને કામકુંભ સમાન ધર્મ મળે છે. એની કિંમત સમજાય છે? ધર્મ પાસે શેઠની જેમ માંગવાનું અને ન માંગવાનું બધું માંગ્યું તે શી દશા થશે? ખરેખર તે અત્યારે કેઈને ધર્મ ગમતો જ નથી. એશઆરામ અને મેજશિખ પ્રિય લાગે છે. અત્યારે દારૂ પીનારા કેટલા ? જુગાર રમનારા કેટલા? શિકાર ખેલનારા કેટલા? શિકાર જોઈને આનંદ માનનારા કેટલા? “ઘણું ૨૫૦ રૂા. ટીકિટનાં ખચી સિંહનાં શિકાર જેવા જાય છે. ત્યાં એક જગ્યા પર બકરાને બાંધેલ હોય છે. પ્રેક્ષકો રાંત જુવે છે, હજી સિંહ ન આવ્ય! આ રૌદ્ર ધ્યાનના પરિણામ છે. સિંહ છલાંગ મારતે આવે છે. બકરાની સામે જુએ છે. ત્યારે એને તરફડાટ કે હેય? કેવી રાડો પાડે? પણ બકરાને કેણ બચાવે? રૂપિયા આપીને પાપ કરે છે, પાપ બાંધીને હરખાય છે. પાપકરવું, કરાવવું, અને અનુમોદવું તેમાં પણ કર્મ બંધાય છે. દેડકાને જીવ જાયને કાગડાને રમત થાય. તેમ બકરાને જીવ જાય અને કાગડારૂપી નાશ આનંદ પામે છે. જે મળ્યું છે તે પુણ્યદયે મળ્યું છે. તે જ્યારે ચાલ્યું જશે તેની ખબર નથી. પેલા શેઠ, હતા તેવા દરિદ્ર બની ગયા. તમારી પણ આ માયા સંકેલાઈ જશે, પછી શું કરશે? માટે પ્રભુના નામનું સ્મરણ કરે.