________________
દે શરમ ન લાગે. રાજાના નેકરે પ્રથમ દીક્ષા લીધી હોય અને પછી રાજા છે, ત્યારે પ્રથમ દિક્ષા લેનારને નુતન મુનિએ વંદન કરવાનું હેય છે.
“યં કરે જિ” કેમ ચાલવું. કેમ બેસવું વગેરે કહે ત્યારે એ મુનિ એમ ન કહે કે તું તો મારા નોકર ! મને કહેવાવાળે તું કોણ? સૂયગડાંગસૂત્રમાં પણ કહ્યું છે કે,
"जे यावि अणायगे सिया जे विय पेसग पेसए सिया ।
ને માળખાં વદિ ને અંન્ને મયં સંચા રે રૂા સૂ. અ. ૨. ઉ. ૨ ચાહે કોઈ ચક્રવતી રાજા હોય અને એના કરતા પણ નેકરે પ્રથમ ચારિત્ર અંગીકાર કર્યું છે. તે દાસને દાસ હોય તે પણ તેને વંદના કરતાં નાના સાધુ લજજા ન પામે. દીક્ષા લીધા પછી જાતિ-જ્ઞાતિ, ગામ-ઠામ ભૂલાઈ જાય છે. ત્યાં વર્ણભેદ હોતા નથી. ઉંચ નીચ કુલને પણ ભેદ નથી. હે પુત્ર ! સાધુ જીવનમાં સંશારીસગપણ છોડવાના છે. અનેક કષ્ટોને સામને કરવાનું છે. તારું શરીર પુષ્પ જેવું કેમલ છે. તું સંયમ કઈ રીતે પાળી શકીશ! સંયમના સમરાંગણમાં તે રણધીર અને રણવીર બનીને પડવાનું છે. પાછી પાની કરવાની નહિ. અને પીઠ બતાવવાની નહિં. તારા જેવા સુકુમાર માટે એ પંથ નથી, શુરવીરા માટે છે. ત્યારે પુત્ર કહે છે. હે માતા! તું જે કહે છે. એના કરતાં પણ અનેક ગણું દુખ અનેક જન્મમાં સહન કર્યા છે. ત્યાં સંયમના સંકટ શા વિસાતમાં?
“નરક નિગદમાં ભમીયે, પરમાધામીના મારને ખમીયે, તિર્યંચના દુઃખમાં વસી, ભની વાટમાં ભમી, જન્મ-મરણ ભલું, ચારિત્ર કે ઝુલું, જાગે છે આતમરામ,
જાવું છે શાશ્વત ધામ, ભાવું ના જરી” હે માતા! આ શરીરને તું સુકોમળ કહે છે. સુખમાં ઉછરેલું કહે છે, કદી કોઈને તુંકાર ખાધ નથી. બેજે ઉપાડ નથી એમ કહે છે, પણ હે માતા! નરક ગતિમાં મેં કેવાં દુખે સહ્યાં છે. એ તે એક મારે આત્મા અને બીજા ત્રિકાળજ્ઞાની પરમાત્મા જ જાણે છે. નરકમાં કેવી વેદના? ત્યાંની અગ્નિ પણ કેવી તીવ્ર? કે જેની વાત કરતાં મારું હૈયું કમકમી ઉઠે છે.
જેમ જીવિત માછલીને કોઈ અનાર્ય પુરૂષ આગની પાસે રાખે. અથવા આગમાં જ નાખી દે તે તે ખૂબ સંતપ્ત બની જાય છે, આકુળવ્યાકુળ થઈ જાય છે, છતાં ત્યાંથી અન્યત્ર જઈ શકતી નથી. તેમ પરમાધામી દેવ ચારેય દિશામાં ચાર પ્રકારની અગ્નિ જલાલી વચ્ચે નારકીને રાખે છે. તેમાં અસહ્ય દુઃખ સહેતાં પણ નારકીનાં જીવને ત્યાં જ રહેવું પડે છે, પરમાધામી દે નારકીના જીને ધગધગતું ધાંસરું નાંખી હથે