________________
૬૦૯ કઈ આવીને ચાલ્યું જાય તે પણ ખબર ન પડે. સાડી પર જેવું બીબું મૂકે એવી છાપ ઉઠે. જેવી ડાય બનાવે એ ઘાટ થાય. અભ્યાસનું પણ એમ જ છે. હૃદયમાં જેવી છાપ પાડે તેવી ઉઠે. બાળ બ્રહ્મચારી પૂજ્ય સુરજબાઈ મહાસતીજીને જ્ઞાન દેવામાં પ્રમાદ ન હતો. અને ઝીલનાર પણ એવા અપ્રમાદી હતા કે જેટલે પાઠ આપે એટલે અખલિત કરે. જ્ઞાન ભણી રહ્યાં પછી તેમાં સ્થિરતા આવવી જોઈએ. ભીંતમાં ખીલી માર્યા પછી હલાવી જુઓને કે બરાબર બેસી ગઈ છે ને? હલતી નથી ને? વસ્તુ મુકવા માટે ખીલી સ્થિર જોઈએ, એમ જ્ઞાનને પણ સ્થિર કરવું જોઈએ. જ્ઞાન ગોખી લીધાં પછી તેને સાચવવા માટે પ્રયત્ન કરી જોઈએ. આંધળું દળે ને વાછરડું ચરે એમ ન થવું જોઈએ. દિવાળીબેને ધ્યેય નકકી કર્યું છે. ભવભ્રમણ મીટાવવું છે, આત્માને ઉજજવલ કરે છે. એવી અંતર આત્મામાં તાલાવેલી છે. અતિ અભ્યાસમાં મગ્ન બને છે. નવમા અધ્યયનમાં ચાર પ્રકારની સમાધિ કહી છે. વિનય સમાધિ, સૂત્ર સમાધિ, તપ સમાધિ, આચાર સમાધિ, તેમાં સૂત્ર સમાધિનું વર્ણન આવે છે. सुयं मे भविस्सइति अज्झाइअव्वं भवइ अगग्ग चित्तो भविरसामिति अज्साइयव्वयं भवई । - સૂત્રજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભણવું શ્રેષ્ઠ છે. એકાગ્ર ચિત્તવાળા થવા ભણવું શ્રેષ્ઠ છે. મારા આત્માને મોક્ષમાર્ગમાં સ્થાપિત કરવા ભણવું, તે શ્રેષ્ઠ છે. હું સંયમ માર્ગમાં સ્થિર થઈ બીજાને સ્થિર કરૂં તે માટે શાસ્ત્ર અધ્યયન કરવું શ્રેષ્ઠ છે. *
ભણવામાં એકાગ્રતા હોવી જોઈએ. પુસ્તક ખુલ્લું અને ધ્યાન બીજે હોય તે કાંઈ જ્ઞાન કરી શકતાં નથી. કેટલાય પાંચ કલાકમાં એક ગાથા ન કરે અને કેટલાય એક કલાકમાં પચાસ ગાથા કરે. એકાગ્રતાપૂર્વક ગાખો તો હદયમાં છાપ ઉઠે, નેગેટીવ ચેખી હોય તે ફેટો સારે ઉઠે. તેમ મન ડહોળાયેલું ન હોય ને ગેખે તે સુંદર છાપ ઉઠે છે. પછી તે કયારેય ભુલાતું નથી. પાણીમાં કઈ વસ્તુ પડી ગઈ તે પાણી ડહોળાયેલું હોય ત્યાં સુધી તે દેખાતી નથી, પણ પાણી નિર્મળ થાય તે વસ્તુ તરત મળી જાય છે. તેમ મન નિર્મળ અને સ્થિર રાખી મેળવેલા જ્ઞાનની વિચારણા થાય તે હેય, રેય અને ઉપાદેય શું છે તે સમજી શકાય. માટે ખોટા વિચારો મુકી જ્ઞાન ભણે. ઘણુ તે લેવા દેવા વિનાના વિચારે કરે છે. જેને પૈસા મોકલવા પડતા નથી. જેની સાથે કંઈ પણ સંબંધ નથી, તેના વિશે પણ જીવ નવાનવા સંકલ્પ વિકલ્પ કરે છે. સીનેમાના નેપથ્ય પર બતાવવાનું દશ્ય એક સેકન્ડ પણ સ્થિર રહેશે પણ મન એક સેકન્ડમાં કેટલા સંકલ્પ કરે છે. મન જરા વાર પણ સ્થિર બને છે? નિષકુમારે નવ તત્વનું જાણપણું કર્યું. પચાસ સ્ત્રીઓના સ્વામી હોવા છતાં જ્ઞાનની કેવી જીજ્ઞાસા છે! તમને જ્ઞાનાભ્યાસ માટે ટાઈમ છે? કરવા જેવું આ જ છે. પણ તમને ધમ કરતાં ધન મેળવવાની તાલાવેલી વધારે છે. ધનની આસક્તિ પણ કેટલી છે? અઢળક રિદ્ધિના સ્વામી હતા, છતાં તેમાં પાણા, મોહાણા કે મુંઝાણા
| ডু9