________________
સ્ટાન્ડર્ડ ઉંચું છે, અને આત્માનું નીચું છે. પણ મહાનુભાવ! હવે દષ્ટિ ફેરવવાની જરૂર છે. સ્વ તરફ દષ્ટિ સ્થાપિ, સ્વને અનુભવ લાવે, તેનું ગૌરવ વધારે તે જડભાવનું મહામ્ય એની મેળે ઘટી જશે.
નિષકુમારની પાસે અઢળક સંપત્તિ છે. રાજાના પુત્ર છે, છતાં પૌષધમાં ધર્મ જાઝિકા જાગતાં જાગતાં તેમને વિચાર ઉત્પન્ન થાય છે કે “ભગવાન નેમનાથ અહીં પધારે તે હું દીક્ષા અંગીકાર કરૂં” કેવી ઉમદા ભાવના ભાવી રહયા છે. પૂર્વે સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરી છે. આ ભવમાં પણ જ્ઞાનદાતા, ચક્ષુદાતા, તરણતારણ, સર્ચલાઈટ ફેકનાર પ્રભુ મળી ગયા છે. જીવની પાત્રતા હોય ત્યારે વિકીનાથ પરમાત્મા. જીવન રથના સારથી બને છે અને આત્મ-ઘરનાં અંધારા ઉલેચાઈ જાય છે.
કરોડો દીપકની હારમાળા કરવામાં આવે તે પણ અંતરના અંધારા જાય નહિ. તેને માટે તે જ્ઞાનચક્ષુની જ જરૂર પડે. અને તે પ્રાપ્ત થયા પછી દષ્ટિ નિરાળી બની જાય.
આજ સુધી પૈસામાં, સ્ત્રીમાં, પુત્રોમાં, પરિવારમાં સુખ માન્યું હતું. હવે એક મેક્ષનું સુખ જ સત્ય લાગે છે. નિષધકુમાર વિચાર કરે છે કે, આધ્યાત્મિક દષ્ટિ. ખેલવનાર પરમાત્માનું શરણું ગ્રહણ કર્યું છે. હવે સંસાર વધે તેવા કાર્યો મારાથી થાય જ નહિ. ભાન નહતું ત્યાં સુધી ભેગ્ય પદાર્થમાં રસ લીધે. હવે મારે આત્મા ત્યાં ન રાચે. આવી સમજણ તમને કયારે આવશે ? જડને મોહ ઉતારવા જેવું છે. તે વાત ગળે ઉતરે છે ખરી? દષ્ટિ પરિવર્તનની જરૂર છે. એક રૂષ્ટપુષ્ટ ગાય પાસે ચમાર આવે તે તેની દૃષ્ટિ ચામડા પર પડે છે. કસાઈ આવે તે તેની દૃષ્ટિ માંસ પર પડે છે. (ગોપન)
વાળ આવે તે તે વિચારે કે કેવી સરસ વાય છે. એક અંકનું આટલા મહું દુધ આપે? અને એજ ગાયને ગી જોવે તે વિચારે કે આ ગાયના બુરખા નીચે મારા જેવું જ આત્મા છે. આ ગાય તેનું આયુષ્ય પૂર્ણ કરી મનુષ્ય થાય. અને ભગીરથ પ્રયત્ન કરે તે તેને આત્મા મોક્ષમાં પણ ચાલ્યા જાય. તિર્યંચના નીકળેલા મનુષ્ય થઈ એક સમયે દસ સિદ્ધ થાય તે મનુષ્યાણીના નીકળેલા એક સમયે વીસ સિદ્ધ થાય.
ગાયને જેનાર ચાર જણે છે. પણ ચારેયની દષ્ટિમાં કેટલે ફેર છે? તેમ જગતનું સ્વરૂપ તે જે છે તે છે જ, તું તારી દ્રષ્ટિનું પરિવર્તન કર. સમ્યક દ્રષ્ટિ આત્માને કઈ દુશ્મન નથી લાગતું. તેને સચેટ શ્રદ્ધા હોય છે કે મને કઈ દુઃખ આપી શકે નહિ, મારાં કર્મો બધાને બોલાવે છે. તેઓ તે બાહ્ય નિમિત્ત છે, મારા પિતાના કર્મ વડે જ હું પીડા-દુઃખ અનુભવું છું. સાધક આત્માના જીવનમાં અનુકુળ-પ્રતિકુળ પ્રસંગે આવે! તેની સાધનામાં બાધકરૂપ બનનાર નિમિત્તે પણ આવે. પણ જે હમેશા જાગૃત છે, પર પ્રત્યેનું જેનું લય ટળી ગયું છે, તે પિતાના જ દેવું અને બીજાના ગુણ તરફ દષ્ટિ કરે