Book Title: Nishadhkumar charitra
Author(s): Vardhaman Sthanakvasi Jain Shravak Sangh
Publisher: Sankliben Kapurchand Gandhi

View full book text
Previous | Next

Page 649
________________ જીવનું ભાજન અજીવ છે. અજીવનું ભાજન લેક છે. લેકનું ભોજન અલેક છે. અલકનું ભોજન કેવળજ્ઞાન અને કેવળ દર્શન છે. કેવળજ્ઞાન અને કેવળદર્શનમાં કલેકના ભાવે દેખાય છે. સર્વજ્ઞ બન્યા વિના સર્વદુઃખમાંથી મુક્ત બની શકાય નહી. સર્વજ્ઞતા જેવી મોંઘી ચીજ પ્રાપ્ત કરવા માટે ભાવપણ મેંઘા જોઈએ, જેઓ પરમાત્મા બન્યા છે તેઓએ કેટલા ઉપસર્ગ પરિસહ સહન કર્યા છે. અત્યારે આપણી કેવી દશા છે? એક વચનમાં વાંકુ પડી જાય છે, ડગલે ને પગલે રાગ-દ્વેષના ભાવે થાય છે. મોક્ષ સુખને પ્રાપ્ત કરવા માટે મરજીવા બની ડુબકી મારવાની છે. જેવા તેવાનું આ ગજુ નથી. દુનિયા વખાણે, વંદન કરે, પૂજા કરે, સત્કાર અને સન્માન આપે તેથી સારા છીએ એમ ભૂલેચૂકેય માનશે નહિ. તારું જીવન કેવું છે તે જે. “જેવી. કરણું તેવી પાર ઉતરણી” એ અફર વાત છે. તમારું જીવન જેવાને તમને અવકાશ છે ખરે? જીવની પ્રગતિ રૂંધાણી હોય તે તેનું એક જ કારણ છે, તે જગત આખાને જુએ છે પણ પિતાને જ તે નથી. કોઈ તમને તમારી ખામી દેખાડે તે તેને ઉપકાર માને કે આંખો તાણે? કોઈ તમને એક શબ્દ કહે તે ગમે છે ખરું? પગમાં એક કાંટો વાગે તે હજામ આગળ પગ ધરે છે, તમને કાંટો જડતે હેતે અને હજામ દેખાડે, કાઢી દે તે તેને ઉપકાર માને છે. પેટમાં અલ્સર થયું હોય અને ડેકટર પાસે જાવ તે તે એકસ રે લે છે અને ચાંદુ દેખાડે છે, પણ સારી ચીજો દેખાડતાં નથી. આ ડેકટરને પણ તમે આભાર માને છે પણ કોઈ અવગુણરૂપી ચાંદુ દેખાડે તે દુખ થઈ જાય છે. પણ ભાઈ વિચાર કર કે જીવનમાં જ્યાં સુધી અવગુણ છે ત્યાં સુધી વિકાસ નહીં થાય. અવગુણને દૂર કરી નાખે તે જીવન સુંદર બની જશે. કોઈ અવગુણ દેખાડે તે કોપ ન કરે પણ એમ માનવું કે જે મને હેતું દેખાતું તે દેખાયું. ડેકટર ચરી પાળવાનું કહે તે બરાબર પાળે ને? ડોકટર કહે-ગળપણ ન ખાવું, ભાત વગેરે ન ખાવું, તે એમ કહે કે અમારે ઘેર ઘણુંય છે! શા માટે ન ખાઈએ ? ના.... એમ ન કહે. તે આંતરિક દર્દ મટાડવા માટે ગુરૂદેવ જે પરહેજી પાળવાની કહે છે કેમ નથી પાળતાં ? ગુરૂજીને કહી દે કે મહારાજ! બટેટા વિના તે. મારે ચાલે જ નહિ, મારાથી ઉપવાસ તે થાય જ નહિ ખરી વાત એ છે કે જીવને પડોશી પ્યારા લાગે છે. શરીર પરને મોહ છે, શરીરને તંદુરસ્ત રાખવા અનેક કર્મ બાંધે છે. ઇન્દ્રિય અને મનના ગુલામ એવા જીવને આત્માની તે પડી પણ નથી. સુખ અનંતું છે નિજ ઘરમાં, પરઘર દુઃખ અપારી, અહંતા મમતા જડમાં કરે કેમ, બ્રાન્તિથી દુઃખ ભારી, આતમ તું નહિ જડને ભિખારી... શહેનશાહ તું જગને સ્વામીતુજ પદવી લે સંભાળી.” છે. આત્મા ! તું જડને ભિખારી નથી. શહેનશાહને શહેનશાહ અને બાદશાહને

Loading...

Page Navigation
1 ... 647 648 649 650 651 652 653 654